________________
સંસ્કૃતિપ્રેમીઓ શું સંમતીથી
- 99 એક રાત્રે મારો દીકરો કહે, “પપ્પા ! પ્રવીણકાકાનો ફોન છે. મેં કહ્યું. “કાકા ! નમસ્કાર', કાકા કહે, “આપણા મિત્રને અભિનંદન આપ્યાં?” કહ્યું, “કોને કાકા ?' કાકા કહે, ‘નથી ખબર ? કુમારપાળભાઈને “પદ્મશ્રી' એનાયત થયાના સમાચાર નથી જોયા ?” મેં કહ્યું, “ના.' કાકાએ કહ્યું કે “હમણાં જ ટી.વી.માં જોયું ને મેં અભિનંદન પણ આપી દીધા ને પછી તમે યાદ આવ્યા એટલે તમને ખબર આપી.”
મેં કહ્યું, ‘ના કાકા ! આ ખબર નથી, વધામણી છે અને ખૂબ આનંદ થયો. હું પણ અભિનંદન આપું છું. મેં પ્રયત્ન કર્યો પણ મોબાઇલ કે લૅન્ડલાઇન કોઈ ફોન ન લાગે. સતત એંગેજ ટોન આવે. પછી મોડી રાત્રે વાત કરી, રાજીપો વ્યક્ત કર્યો ને કહ્યું કે “કુમારપાળભાઈ ! તમારા વિશે આ નિમિત્તે કંઈક કાયમી સંભારણા જેવું જળવાઈ રહે એવું કરવું છે.” “તમારી ભાવના છે જ ને બળવંતભાઈ' જેવો ટૂંકો પ્રતિભાવ અને ફોન પૂર્ણ કર્યો. પછી અમે પ્રવીણભાઈ મણિયાર અને પ્રવીણભાઈ પુંજાણી મળેલા અને જૈન એકેડેમીના ઉપક્રમે કુમારપાળભાઈનું સન્માન અને એમના પ્રદાન વિશે પરિસંવાદનું આયોજન વિચારેલું. પણ પછી પર્યુષણ પર્વ આવ્યું અને પ્રવીણભાઈ પુંજાણીની તબિયત પણ લથડી. દરમ્યાન પ્રવીણભાઈ અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. અમારે કુમારપાળભાઈને પ્રસંગોપાત્ત મળવાનું બને. એક વખત કહે કે, ‘તમે કહેતા હતા એમ વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવભારત સાહિત્ય મંદિર અને નવચેતન' કહે છે કે કાયમી સાચવવા જેવો ગ્રંથ કરવો છે.” એ બધા મિત્રોનો ખૂબ જ ઉમળકો હતો. મહેન્દ્રભાઈ અને મુકુંદભાઈ કહે કે ‘રમતજગતના કુમારપાળભાઈના પ્રદાનથી ધર્મ અને દર્શનવાળા કે સાહિત્યવાળા