________________
ઉતમ, સન્નિષ્ઠ અને માર્ગદર્શક
નાગરિક
* શ્રી કુમારપાળ દેસાઈને છેલ્લાં વીસ કરતાં પણ વધારે વર્ષોથી ઓળખું છું. ગુજરાત સમાચારમાં તેમના લેખો ઇંટ અને ઇમારત', ‘રમતનું મેદાન’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘આકાશની
ઓળખ', પારિજાતનો પરિસંવાદ – નિયમિત રીતે વાંચું છું.
તેમનાં બધાં લેખોમાં, પુસ્તકોમાં, પ્રવચન તથા ભાષણોમાં માહિતી, સ્પષ્ટતા, ચોકસાઈ અને જાગૃતિ મને હંમેશાં આકર્ષતાં રહ્યાં છે. જુદા જુદા પ્રસંગોએ તેમને સાંભળવાની તક મળી છે અને તેમને સાંભળવા તે પણ સ્મરણીય પ્રસંગ હોય છે. ગુજરાતી ભાષા પર તેમનો કાબૂ અજોડ છે.
વળી છેલ્લા ચાર દાયકાથી જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં પ્રાધ્યાપક તરીકેના તેમના અનુભવને લીધે તે દરેક વાત સરળતાથી સચોટ રીતે પોતાનાં વક્તવ્યોમાં સામાન્ય પ્રજાજન અને બાળક પણ સમજી શકે તે રીતે રજૂ કરે છે. શ્રોતાઓની સમજદારીના સ્તર પ્રમાણે તે પોતાનાં વક્તવ્યો રજૂ કરે છે.
તેઓ હમેશાં હકારાત્મક વલણ રાખે છે. રાષ્ટ્રમાં તથા સમાજમાં નીતિનાં ધોરણો તથા મૂલ્યો સચવાઈ રહે તે માટે આગ્રહી રહ્યા છે. તેમનાં પુસ્તકોમાં તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રોની તેમની પ્રવૃત્તિઓમાં સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની તેમની ધગશ દેખાઈ આવે છે.
જે વ્યક્તિઓને શારીરિક કે બીજી ખોડ હોય
બી. જે. દીવાના
236