________________
-
A
પ્રસન્નવદળ, અનાફૂલ, અનેકાન્તવાદી
ઝવેરી
“વારવાર દરિયાપારના દેશોમાં આંટાફેરા કરવાના થાય ત્યારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કે જેથી આંટાફેરા કરતાં કરતાં ફેરા'ના કે એવાં બીજાં કોઈ ભળતાં જ કૂંડાળાંમાં પગ પડી ન જાય?” ૧૯૮૩થી ૧૯૯૦ના ગાળામાં વારંવાર દરિયાપારના દેશોમાં જવાની તક મળી હતી, ત્યારે હું વારંવાર દરિયાપારના દેશોમાં આવતા-જતા ડૉ. કુમારપાળ દેસાઈની સલાહ ચાહીચેતીને લેવા ગયેલો. ત્યારે મેં ઉપરોક્ત સવાલ કરેલો. એમણે સાવ સહજ સરળતાથી કહેલું : “જે કોઈ દેશમાંથી જે વ્યક્તિ કે સંસ્થા નિમંત્રણ આપે તે પોતે જ આવવા-જવાની ટિકિટ મોકલે એવો આગ્રહ રાખવો. આપણે સહજ ભાવે જવું અને એટલી જ સાહજિકતાપૂર્વક પાછા વતનભેગા થઈ જવું. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે વસ્તુઓની લેવડદેવડ કરવા કરતાં વિચારો, ભાવભાવનાઓના આદાનપ્રદાનમાં રચ્યાપચ્યા રહેવું. એટલે બહુધા કોઈ તકલીફ નહીં થાય.” તૂટક તૂટક ડાયરી લખવાની મારી ટેવ – એટલે વર્ષો પહેલાંનો અમારી વચ્ચેનો આટલો સંવાદ ડાયરીનાં પાને સચવાયેલો છે.
ડૉ. કુમારપાળ દેસાઈનાં વેશ-પહેરવેશમાં, ઉપયોગની ચીજવસ્તુઓમાં કે ઘરમાં વિદેશી વસ્તુઓની ભરમાળ કે ઝાકમઝોળ જોવા નહિ મળે, કારણ કે વસ્તુમાં નહિ તેટલો વિચારોમાં એમને રસ રહ્યો છે. એઓ અંદરથી આરત અને સમૃદ્ધિના માણસ છે બહારના દેખાડા કે વૈભવના નહિ.
અશ્વિન દેસાઈ
279