SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાદમાં, કે અસંમતિમાં પણ દઢતા પારખી શકાય છે. એમની નમ્રતામાં અવિચળતા અવશ્ય ઓળખાય છે. = – કોઈ પણ પુરુષાર્થીને સફળ થવા માટે આવી બે પરસ્પરવિરોધી લાગતી વૃત્તિઓ – દૃઢ નિષ્ઠા અને વ્યવહારદક્ષતા – મધુરતા અને પ્રતિકાર – નું સંયોજનાત્મક રીતે પરસ્પર પૂરક રીતે હોય તો તે તે કેવાં સુભગ પરિણામ નિપજાવી શકે છે તેનું કુમારપાળની કાર્યરીતિ સરસ ઉદાહરણ છે. આ કારણે જ તેમને, સંઘર્ષ માટેની ક્ષમતા છતાં, સંઘર્ષ જગાડવા પડ્યા નથી. તેમની વિધાયક, અને ક્યારેક સહી લેવાની, નભાવી લેવાની ઉદાર વૃત્તિઓને કારણે પણ વિખવાદો, સંઘર્ષો ટળ્યા હશે ! જાહેર કાર્યો કરનાર માટે આ ઓછો ઉપકારક ગુણવિશેષ નથી ! એ સતત કાર્યશીલ છે. સ્વભાવની કેટલીક ખાસિયતો અને દક્ષતા કેટલેક અંશે તેમને પિતાશ્રી પાસેથી વારસામાં પણ મળી હશે. પણ એમને મળેલી વારસાગત ઇમારતની ઈંટો તેમણે ખરવા તો નથી દીધી, એટલું જ નહીં પણ એ ઇમારતને વધુ ને વધુ વિકસાવી છે તે જો સર્વસ્વીકૃત હકીકત ન હોત, તો પ્રજાએ તેમને આટઆટલાં સન્માનોથી પુરસ્કૃત કર્યા હોત – બિરદાવ્યા હોત ખરા ? કુમારપાળને જ્યારે મળવાનું થાય ત્યારે એમ જ લાગે કે તે ખૂબ જ કામમાં છે. તેમને મળવાથી ખલેલ કરતા હોઈશું. તે સતત કાર્યરત હોય છે એ હકીકત છે, તો એટલા કામ વચ્ચે પણ જ્યારે તેમને મળીએ ત્યારે જાણે તે આપણને મળવા, નિરાંતથી વાત કરવા બેઠા હોય એવા અનુભવ થયા કર્યો છે તે પણ હકીકત છે ! આટલી પ્રવૃત્તિ છતાં તે આવી નિરાંત જાળવી શકે, આટલા સફળ પુરુષાર્થો ને પ્રગતિ છતાં જે આટલી સૌજન્યશીલતા, નમ્રતા અને સાદર સ્નેહપૂર્ણતા દર્શાવી શકે એવા વ્યક્તિત્વને પ્રમાણવાનું થાય એ પણ લ્હાવો છે. તેમને દૃઢ થતા જોયા છે, ઉગ્ર થતા જોયા નથી. અસંમત થતા અને નકાર કરતાં જોયા છે, તોછડા થતા જોયા નથી. વિરોધ સામે કે પડકાર સામે કમર કસતા જોયા છે પણ પ્રત્યાઘાતક થતા જોયા નથી. તેમને હંમેશાં માધુર્યની ઢાલ જ વાપરતા જોયા છે. કઠોર તલવાર વાપરતા જોયા નથી. એટલે આ પદ્મશ્રીપ્રદાનના શુભ અવસરે તો એટલું જ સૂચન કરવાનું મન થાય છે કે કુમારપાળને કોઈ ઉશ્કેરીને આઘાતક કરી શકે – કઠોર અથવા કટુવાણી વાપરવા મજબૂર કરી શકે તેને માટે પારિતોષિક જાહે૨ ક૨વું જોઈએ. ખરુંને કુમારપાળ ? 278 મોંધી મિરાત
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy