________________
અમને ગર્વ છે. એમના પરિચયનો અમને આનંદ છે અને એમની સાથેનાં સુખદ સ્મરણો અમારી મૂડી છે. અને આવાં સ્મરણો વાગોળીએ ત્યારે માત્ર બકિંગહામ પેલેસ કે વૅટિકન જ નહીં પરંતુ ઘર-આંગણે બેસી રકાબીમાં ચા રેડીને સાથે બેસીને પીતા હોઈએ, ગપ્પાં મારતા હોઈએ તે સ્મરણોનો આનંદ કંઈ ઓર જ હોય.
કુમારપાળભાઈ, તમે સાચા અર્થમાં મહામૂલ્યવાન રત્ન છો. અનેક શુભેચ્છાઓ મહાવીર ફાઉન્ડેશન, લંડનના પણ તમે સલાહકાર અને શુભેચ્છક છો અને ઇંગ્લેન્ડમાં અમે બહુલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ તેમાં પણ તમારી સહાય અને માર્ગદર્શન છે તે માટે અમે આપના આભારી છીએ.
તમારા વ્યક્તિત્વની સુવાસ વધુ ને વધુ પ્રમાણમાં સર્વત્ર પ્રસરી રહે તેવી શુભ કામના.
મહાવીર ફાઉન્ડેશન(બ્રિટનના ટ્રસ્ટી, જૈન ગ્રંથોના લેખક અને પ્રવચનકાર
525 વિનોદ કપાસી