________________
૧૯૫૩માં ‘જયભિખ્ખુ’એ આરંભેલી કૉલમ ‘ઈંટ અને ઇમારત’ એમના અવસાન (ઈ. સ. ૧૯૬૯) સુધી એકધારી ચાલતી રહી. પિતાના અવસાન પછી એ કૉલમની જવાબદારી સ્વીકારી આજપર્યંત ડૉ. કુમારપાળ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને એનો એક વિશિષ્ટ એવો બહોળો વાચકવર્ગ ઊભો કરી શક્યા છે એ એમની અનેરી સિદ્ધિ જ નહીં, પણ પત્રકારત્વ જગતની બેનમૂન ઘટના પણ છે.
ઈ. સ. ૧૯૫૬-૫૭માં હું ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતો ત્યારે ડૉ. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, પીતાંબર પટેલ, ગુણવંતરાય આચાર્ય, ચુનીલાલ મડિયા અને બાલાભાઈ દેસાઈ અર્થાત્ ‘જયભિખ્ખુ’નો જમાનો હતો. ‘જયભિખ્ખુ’ને ભક્ત કવિ દુલા ભાયા કાગ સાથે ખૂબ નિકટનો નાતો. લોકગાયક રતિકુમાર વ્યાસ અને અન્ય સાહિત્યકારો સાથે એમને મજાદર (કાગધામ) જવાનું બનતું. કાગબાપુ ઉપરાંત સમર્થ સાહિત્યકારોની બેઠકો ‘જયભિખ્ખુ’ને ત્યાં અને શારદા પ્રેસમાં જામતી. બાળક કુમારપાળ કુતૂહલથી આ બધું નિહાળ્યા કરતા. એમની ચર્ચાઓ સાંભળતા. આમ સાહિત્યના ભર્યાભાદર્યા વાતાવરણમાં કુમારપાળ ઊછરીને મોટા થયા. સાહિત્યનો સંસ્કારવારસો તો એમને ગળથૂથીમાં જ મળ્યો હતો. ૧૧–૧૨ વર્ષની વયે સર્જક થવાનાં શમણાં એમના અંતરમાં ઊગવા માંડ્યાં અને ‘ઝગમગ’ સાપ્તાહિકથી એમણે સર્જનના શ્રીગણેશ માંડ્યા.
એ અરસામાં શ્રી પુષ્કર ચંદરવાકરે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં મને જયભિખ્ખુ’ની ઓળખાણ કરાવી. લોકસાહિત્ય-સંશોધનના ક્ષેત્રે મેં પા-પા પગલી માંડેલી. ખોડીદાસ પરમારનાં વિશિષ્ટ લોકશૈલીનાં ચિત્રો સાથે મારો પ્રથમ લોકકથાસંગ્રહ ‘મરદ કસુંબલ રંગ ચડે’ પ્રસિદ્ધ થયો. એ સંગ્રહ ‘જયભિખ્ખુ’ને ખૂબ ગમ્યો. એમણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો ત્યારથી આ પરિવારમાં આવવા-જવાનો સંબંધ શરૂ થયો. કુમારપાળ દેસાઈ અને હું ઉંમરમાં લગભગ સમવયસ્ક. કુમારપાળ જયભિખ્ખુના એકના એક પુત્ર. આંખની કીકી જેવા વહાલા પુત્રના ઉછેર, અભ્યાસ, સંસ્કાર અને ઘડતર માટે એમનાં માતાપિતા ખૂબ જ રસ લેતાં. બાળવયથી કુમારપાળ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યું. મધ્યકાલીન સાહિત્યમાં ઊંડી અભિરુચિ હોવાને કારણે સંત કવિ આનંદઘન’ ઉપર પીએચ.ડી. કર્યું અને કુમારપાળ ડૉ. કુમારપાળ બન્યા.
અભ્યાસની સાથોસાથ એમનું સર્જનકાર્ય ચાલતું રહ્યું. ઘણી વાર એવું પણ બને છે કે પિતાની છાયામાં પુત્રો ઢંકાઈ જતા હોય છે. અહીં એવું ન બન્યું. પિતાને પગલે પગલે ચાલવાને બદલે ડૉ. કુમારપાળે સાહિત્યજગતમાં પોતાની આગવી કેડી કંડારી જે આજે રાજમાર્ગ બની છે. વિધવિધ વિષયો ઉપર ૧૦૦ ઉપરાંત સાત્ત્વિક અને માનવજીવનને ઊર્ધ્વગામી બનાવે એવાં ઉત્તમ પુસ્તકો આપ્યાં. જીવનચરિત્રો આપ્યાં. સંશોધનગ્રંથો આપ્યા. વિવેચનક્ષેત્રે એમની કલમ વિહરતી રહી. પત્રકારત્વ અંગેનાં પુસ્તકો આપ્યાં. ૨મતગમતનો ઇતિહાસ, પ્રસંગો આલેખ્યા. જૈન ધર્મનો એમનો
66
જીવનસાધનાની ફ્લશ્રુતિ