________________
પારિજાતનો પરિસંવાદ અને “ક્ષણનો સાક્ષાત્કાર દ્વારા સરને નિયમિત મળું છું. કેટલાય લેખો મારા માટે જ લખાયા હોય એવું લાગે. જોકે મારા જેવી લાગણી બીજા કેટલાયને થતી હશે. સર સૌના છે. મારા પણ.
પ્રાથમિક શાળાથી અત્યાર સુધી હું જેટલા સાહેબો, બહેનો પાસે ભણી અને જેમના મેં ચરણસ્પર્શ કર્યા છે તેમના પગના અંગૂઠો અને આંગળાં મને યાદ છે. અમારા ઘરમાં સાંજે દીવો. અગરબત્તી કર્યા પછી અમે કેટલાક શ્લોકો બોલીએ છીએ. જેમાં મરાઠી પણ છે અને સંસ્કૃત પણ
“ગુરુ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરઃ દેવો મહેશ્વરઃ
ગુરુ સાક્ષાત્ પર બ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ” - આ શ્લોક સમયે હું બંધ આંખે એ તમામ સર, મેડમના પગને સ્પર્શ કરું છું, યાદ કરું છું, પ્રણામ કરું છું. ને ત્યારે એમાં એક એવા ચરણ પણ છે જે હમેશાં બુટમાં ઢંકાયેલા હોઈ – મેં જોયા નથી. એ મારા સરને પણ એ સમયે યાદ કરું છું, પ્રણામ કરું છું.
મારા અધ્યાપક જીવનની ઇમારતના પાયામાં સરે એમના આશીર્વાદ અને માર્ગદર્શનની ઈંટ મૂકી છે, જે માટે હું જીવનપર્યત તેમની ઋણી રહીશ. મારા સરને હજુ ઘણાં કામ કરવાનાં છે. ઘણા એવોર્ડ્સ મેળવવાના છે. આ અદૃશ્ય શક્તિ, મારી તને પ્રાર્થના છે કે મારા સરને સ્વાસ્થસંપન્ન રાખજે અને નિરામય આયુષ્ય આપજે. બાકી બધું તો આપમેળે એમની તરફ ખેંચાતું આવતું જ રહેશે.
506
યુ વર્સસ યુ