________________
સરકાર
માર્ગદર્શક અને જીવનદર્શક
પ્રેરણામૂર્તિ
સાહિત્ય શિક્ષણ અને સેવા જેમનો મુદ્રાલેખ રહ્યો છે એવા ડૉ. કુમારપાળ દેસાઈ આજે ૬૨ વર્ષની વયે પણ ૨૬ વર્ષના યુવાન જેવો થનગનાટ ધરાવે છે. યુવાનને છાજે તેવો ઉત્સાહ, જોમ, મધુર સ્મિત અને સ્વપ્નિલ આંખો. આજે પણ અમારા જેવા વિદ્યાર્થીઓને માટે પ્રેરણારૂપ રહ્યાં છે. અણમોલ રત્નો ભંડારેલા સાગર જેવું વિશાળ અને નિરભિમાની વ્યક્તિત્વ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતનું ગૌરવ છે.
લેખન, અધ્યયન અને વક્તવ્ય જેમનું ધર્મ-કર્મ છે એવા શ્રી કુમારપાળ દેસાઈ અનેકવિધ ક્ષેત્રે મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે. તેમની પીંછી માત્ર એક-બે રંગોમાં જ નહિ, પણ નવ રંગોમાં ઝબોળાયેલી જોવા મળે છે. તેઓ એક એવા સિદ્ધહસ્ત શિલ્પી છે કે જે કંઈ કંડારે તે એક કલાકૃતિ બની જાય છે, એક અણમોલ સર્જન બની જાય છે. અનેકવિધ ક્ષેત્રોમાં કરેલું સર્જન, એ રંગબેરંગી પુષ્પોથી મહેંકતા બગીચા જેવું જોવા મળે છે. પારસમણિ જેવી કલમ વડે આલેખન કરતા કુમારપાળ દેસાઈની તમામ કૉલમ સુવર્ણમય લાગે છે, જેમાંથી હંમેશાં નિષ્ઠા, પુરુષાર્થ, સત્ય, સેવા, પ્રેમ જેવા ગુણોની સુગંધ માણવા મળે છે.
ચાંદ-સિતારા જેવા અનેક એવોર્ડ્સ, ચંદ્રકો અને પુરસ્કારોથી સુશોભિત મુગટ ધરાવતા ડૉ. કુમારપાળ દેસાઈ એક સાહિત્યકાર, પત્રકાર, શિક્ષણકાર, વિવેચક, સંપાદક, સંશોધક, સમાજ
પ્રદીપ ત્રિવેદી
491