________________
ઇકબાલ વિશે ખ્યાતનામ ઉર્દૂના વિવેચક પ્રો. વારિસ અલવીએ કુમારપાળભાઈના અતિથિવિશેષપદે પ્રવચન આપ્યું અને તેમની પોતાની કવિતાઓનું વાંચન કર્યું.
ર૯મી માર્ચ ૨૦૦૪ના રોજ “ઉર્દૂ સર્ટિફિકેટ કોર્સના અભ્યાસીઓનો વિદાય સમારંભ યોજાયો. પ્રમુખસ્થાને રવિવારનો દિવસ હોવા છતાં કુમારપાળભાઈ સૌની લાગણીને માન આપી પધાર્યા. ખૂબ મનનીય પ્રવચન કર્યું અને આ કોર્સની પરંપરા ચાલુ રહે તેવા આશયથી હવે પછીનો કોર્સ ૧૫મી જૂનથી શરૂ કરવા જાહેરાત કરી અને સોનાં મન જીતી લીધાં.
આમ સહુએ અનુભવ્યું કે ભાષાભવનના અધ્યક્ષપદે કુમારપાળભાઈ જેવું વ્યક્તિત્વ એક નાના વિભાગને પણ પોતાના સહકારથી કેવાં સિદ્ધિનાં સોપાન સર કરાવી શકે છે ! દર વખતે તેમનાં સૌમ્ય અને સજ્જનતા તો અનન્ય જ હોય. આવા તો કેટલાય પ્રસંગો છે જેને આલેખતાં પાનાંનાં પાનાં ભરાય.
એમનું વક્તવ્ય સાંભળતાં એમના મનમાં રહેલા ઉમદા વિચારો જાણીએ તો લાગે કે “દર્દ દિલ કે વાસ્તે પેદા કિયા ઇન્સાન કો”ની ઉક્તિને અમલમાં મૂકી છે. ગરીબો અને પીડિતો તેમજ મજલૂમો પ્રત્યેની લાગણી અને સહાય સતત એક પ્રવાહની જેમ વહ્યા કરે.
વાણી અને વર્તનમાં કોઈ પણ જાતનો આડંબર નહિ. સૌની સાથે પ્રેમભાવથી મળવાનું સૌને આદરભાવથી આવકારવાનાં વિદ્યાર્થીઓ સાથે પણ એવું વર્તન કે સદાય યાદ રાખે અને જ્યારે વિદ્યાર્થી પોતે શિક્ષક બને તો ડો, કુમારપાળ દેસાઈને પોતાના આદર્શ તરીકે સ્વીકારે.
આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે કેટલાંય ઉમદા કાર્યો એમની રાહબરી હેઠળ થયાં. યુનિવર્સિટી અધ્યાપકોના પ્રમોશનનું કામ ૭-૮ વર્ષથી ખોરંભે ચઢેલું હતું. તેમાં ઘણી આંટીઘૂંટીઓ પણ હતી, અશક્ય લાગતું હતું, તે કામ શક્ય બને તે માટે કુમારપાળભાઈએ પોતાની રીતે સક્રિય સહયોગ આપ્યો.
સફાઈ અભિયાન હોય કે પરીક્ષાશુદ્ધિનું કામ હોય – તેમની રાહબરી હમેશ કંઈક સારું કરવા માટે તત્પર હોય અને બીજા સાથીદારોને પણ સારું કરવા કાજે પ્રેરણા પૂરી પાડતી હોય.
એમનાં લેખન અને પત્રકારત્વ વિશે તો જેટલું લખાય એટલું ઓછું છે, પરંતુ ધર્મના વિચારોનું આચરણ એમના વ્યક્તિત્વમાં જોવા મળે છે તે બહુ મોટી વાત છે. શિક્ષણ અને સમાજસેવામાં સતત તલ્લીન રહેતા ડૉ. કુમારપાળ દેસાઈને કદી ગુસ્સે થતા જોયા નથી. આવું વ્યક્તિત્વ ગુજરાત યુનિવર્સિટીમાં હોવું ગૌરવની વાત છે.
490
ઇન્સાનિયતની મિસાલ