SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ થયા પછીના ટૂંકા ગાળામાં એમના સુશાસનના બહુ સારા અનુભવો વર્ણવવાનો મને આ અવસર પ્રાપ્ત થયો તેને એક સોનેરી તક ગણું છું. વાત છે ૧૫મી ઑગસ્ટ ૨૦૦૩ની. કવિ આદિલ મન્સુરીને ગુજરાત રાજ્ય ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી સન્માનવામાં આવ્યા. હું તે કાર્યક્રમમાં હાજર હતી. મને મનમાં ખ્યાલ આવ્યો : “આદિલસાહેબને ભાષા-સાહિત્યભવનમાં તેમના કાવ્યોના પઠન માટે બોલાવીએ તો!” મને આશા ન હતી કે મારી આશા સફળ થશે. ભૂતકાળના જુદા જ અનુભવો તાજા થઈ ગયા. છતાં ૧૬મી ઓગસ્ટે અમારા નવા વરાયેલા અધ્યક્ષ કુમારપાળભાઈને મળીને આ વાત કરી અને મેં કહ્યું, “સાહેબ, આપ ફ્રી થાવ એટલે વિસ્તારથી વાત કરવા મને બોલાવી લેજો. અને મારા આશ્ચર્યની વચ્ચે માત્ર દસ મિનિટમાં ડૉ. કુમારપાળ દેસાઈ સામે ચાલીને મારી ચેમ્બરમાં વાત કરવા આવ્યા. મારી દરખાસ્ત માન્ય કરી. તેના માટેની તમામ સગવડો પૂરી પાડી. મને તેમના પ્રત્યે ખરેખર ખૂબ માનની લાગણી થઈ અને કામ કરવાનો ખૂબ આનંદ આવ્યો. આદિલ મજૂરીના કાર્યક્રમમાં પ્રમુખસ્થાન કુલપતિ શ્રી એ.યુ. પટેલે શોભાવ્યું. આ શૈક્ષણિક કાર્યમાં ઘણા મહાનુભાવોએ હાજરી આપી. તેને સફળ બનાવવામાં દેસાઈસાહેબનો સાથ-સહકાર હતો. “બસ કે દુશ્વાર હે હર કામ કા આસાં હોના આદમી કો ભી મયલ્સર નહીં ઇન્સાં હોના” ભાષાભવનનું સુમેળભર્યું વાતાવરણ, વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને દેસાઈસાહેબની કંઈક નવું કરવાની નેમ ! ઘણા વિચારો શિક્ષણ માટે સારું કરવા કાજે આવે. એક દિવસ મેં રજૂઆત કરી : સાહેબ ! ઘણાં વિદ્યાર્થીઓ ઉર્દૂ શીખવાની ઇચ્છા દર્શાવતાં આવે છે. સૌને વ્યક્તિગત શીખવવું તો શક્ય નથી, પરંતુ જો આપ આ બાબતે સહકાર આપો તો તમામ માટે એક ‘ઉર્દૂ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મનેચ્છા છે.” અને દેસાઈસાહેબે મારી વાતને વધાવી લીધી. તેના માટે જેટલી અનિવાર્યતાઓ હતી તમામમાં દિલથી સહકાર આપ્યો. પાંચમી ડિસેમ્બર ૨૦૦૩થી “ઉર્દૂ ભાષા અને સાહિત્યના કોર્સનો શુભારંભ માનનીય કુલપતિ એ. યુ. પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો. બહુ સારો પ્રતિસાદ મળ્યો. ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો, પોલીસખાતાના ઉપરી અધિકારીઓ તથા અન્ય ચાહકો પણ વર્ગમાં જોડાયા. ભાષાની સાથે સાહિત્યનો આસ્વાદ કરાવવા બે સરસ કાર્યક્રમો યોજાયા. ૭મી જાન્યુઆરી ૨૦૦૪ના રોજ મિર્ઝા ગાલિબ પર સુંદર કાર્યક્રમ થયો. પ્રમુખસ્થાને કુલપતિ શ્રી એ. યુ. પટેલ પધાર્યા અને મુખ્ય વક્તા તરીકે પ્રો. શમશી આવ્યા. અતિથિવિશેષપદે હતા કુમારપાળભાઈ. સૌ શ્રોતાઓ ખૂબ ધન્યતા અનુભવીને ગયા. ૨૧મી જાન્યુઆરી ૨૦૦૪ના રોજ વધુ એક સાહિત્યિક પ્રોગ્રામનું આયોજન થયું. કવિ ડો. 489 ચાંદબીબી એ. શેખ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy