________________
.
- ઉમરામિક
T.
*
છે
કે કોઇ
દર :
“ફરિતે સે બહેતર છે ઇન્સાન હોના મગર ઇસમેં પડતી હે મેહનત જિયાદા"
ઈન્સાનિયતની
મિસાલ
હ, કુમારપાળ દેસાઈ માટે જ જાણે આ પંક્તિ રચાઈ હોય એવું લાગે. ખરેખર ઇન્સાન શબ્દનો અર્થ પ્રેમભાવ રાખનાર' એમણે ચરિતાર્થ કરી બતાવ્યો છે. દરેક પ્રત્યે આદર અને પ્રેમભાવ રાખીને કામ લેવાની એમની કળા અનેરી છે. અત્યંત નમ્ર સ્વભાવના વ્યક્તિ આટલા સારા અધ્યક્ષ (ભાષા-સાહિત્યભવન) પુરવાર થશે એવી તો કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યાં એક સાંધો તો તેર તૂટે, તેવી કથળેલી હાલતમાં કામ લેવું અને નવાં કામો શરૂ કરવાં. નવા અભ્યાસક્રમો માટે સાથ, સહકાર અને પ્રોત્સાહન સક્રિયતાથી પૂરાં પાડવાં એ તો એક ચમત્કાર જ લાગે ! આજે કામ લેવું ખૂબ અઘરું થઈ પડ્યું છે. લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે, છતાં તમામની અંદર રહેલી શક્તિઓને પિછાની, દરેકના આદરભાવનો ખ્યાલ રાખી ન્યાયથી વર્તવું એ તો કુમારપાળભાઈની આગવી કળા છે.
આમ તો કુમારપાળભાઈ માટે ઘણું કહેવાયું છે, લખાયું છે, ચર્ચાયું છે છતાં એમની ખૂબીઓ એ તમામથી વિશેષ છે. આ બધું વર્ણવવા માટે શબ્દો ઓછા પડે. આજના કપરા સમયમાં જ્યારે માણસમાં માણસાઈ લુપ્ત થતી હોય, ત્યારે એક ઉમદા માણસથી ઉપર ઊઠી “ફરિશ્નો' હોવાનો અહેસાસ કરાવે એવા મહામાનવ છે – કુમારપાળભાઈ.
ચાંદબીબી એ. શેખ
488