SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સેન્ટર ઓફ નોર્ધન કૅલિફૉર્નિયા તરફથી જેનદર્શનના કાર્ય માટે એમને ગૌરવ પુરસ્કાર અપાયો છે તો જૈનદર્શન વિષયક એમનાં વ્યાખ્યાનો દેશ બહાર વારંવાર યોજાઈ રહ્યાં છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં અને ૧૯૯૪માં વેટિકનમાં પોપ જ્હૉન પોલ(દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જૈનદર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ગુજરાતી વિશ્વકોશ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ શાખા) વગેરે સંસ્થાઓમાં તેઓ સેવારત છે. તેમની ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની કામગીરી મારે માટે એક જુદી રીતે નોંધનીય રહી છે. જૂની રંગભૂમિના ક્ષેત્રને પુનરુત્થાન કરવા માટે જે વિશિષ્ટ મદદની જરૂરત છે તેમાં તેમના હાથે એક ખાસ કામગીરી થવા પામી છે તે તરફ સમાજનું ધ્યાન દોરાય એમ ઇચ્છું છું. તેમના પિતાશ્રી “જયભિખ્ખએ એમની રંગદર્શી શૈલીમાં જે રીતે અસાઇત અને હેમાળા પટેલની ગંગાના પ્રસંગને વાચા આપી હતી એવી જ દિલ્લગીથી કુમારપાળે એક વખતના અભિનયના દિગ્ગજ છગન રોમિયો વગેરેનાં ચરિત્રો દ્વારા જૂની રંગભૂમિ તરફ સમાજનું ધ્યાન દોર્યું છે અને સવિશેષ તો એમણે શ્રી ધીરેન્દ્ર સોમાણીની એમના જીવનની અડધી સદીની સાધનારૂપ જૂની રંગભૂમિની સાહિત્યસામગ્રી રજૂ કરતો ગુજરાતી રંગભૂમિ : રિદ્ધિ અને રોનક નામે મૂલ્યવાન ગ્રંથ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવ્યો છે. . આવી જ એમની સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં સેવા-સહાય મળી છે પણ મારે મન એમના દ્વારા ગુજરાતી બાળસાહિત્યને જે નિરીક્ષણ–વિવેચન-સંમાર્જનની ઊણપ ખટકતી હતી એમાં ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કાર્યશિબિર, પરિસંવાદ જેવી સક્રિય પ્રવૃત્તિઓ અને “બાળસાહિત્ય સંગોષ્ઠિ કે “એકવીસમી સદીનું બાળસાહિત્ય સંપાદનગ્રંથ દ્વારા ગુજરાતી બાળસાહિત્યને મૂઠી ઊંચેરું, મર્માળું ને મહિમાવંત કરવામાં સ્વયં ઉત્કૃષ્ટ સર્જક એવા કુમારપાળ દેસાઈનો નાનોસૂનો ફાળો નથી. કવિ નાનાલાલે “રાજ, કોઈ વસંત લ્યોની વાત કરી છે તો શતદલ પદ્મમાં પોઢેલો પરિમલ દાખવો જો દીઠેલો'ની વાત કરી છે તેવા કુમારપાળ દેસાઈના જીવનમાં જે સંવિત્ત અને સુગંધ છે એને આભારી છે. એમનો પથરાટ પ્રબળ ને પ્રોક્વલ છે ને એટલો જ સહજસુંદર ને નિર્ચાજ નિર્મળ નેયુક્ત છે. એમના સ્નિગ્ધ વ્યક્તિત્વમાં સર્જક તો વસે છે, પણ એક મંત્રદ્રષ્ટા પણ વસી રહ્યો છે. પિતા “જયભિખ્ખની પ્રચ્છન્ન આશિષ અને માતા જયાબહેન દ્વારા થયેલું ઘડતર પોતાની આ પ્રગતિનાં ગુપ્ત બળ તરીકે તેઓ સ્વીકારે છે એ જ એમની વશેકાઈ છે. કુમારપાળ પૂર્વાશ્રમના તપોભંગ ઋષિઆત્મા તો નહિ હોય ? ન જાને. 69. રતિલાલ સાં. નાયક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy