________________
લખ તે લેખક.
પાંચ ઘોડાનો
સવાર
વાંચે તે વાચક. બોલે તે વક્તા. સાંભળે તે શ્રોતા.
શ્રી જયભિખ્ખું આવી શૈલીથી લખતા. અમે ક્યારેક ગમ્મત કરતા : “લખે તે લેખક' એ પૂર્ણ વાક્ય કહેવાય? શું લખે તે લેખક? કોઈ નામું લખે, કોઈ ટપાલ લખે, કોઈ ઘરકામ લખે, કોઈ હિસાબ લખે. શું એ બધાંને લેખક કહી શકાય?
ગમ્મતની વાત જવા દઈએ પણ લાવે તેને લેખક જરૂર કહી શકાય. લાવે તે લેખક બને. શ્રી જયભિખૂની ઈંટ અને ઇમારતની તથા ‘ઝગમગ'ના પહેલા પાનાની વાર્તા એક વિદ્યાર્થી નિયમિત લઈને ગુજરાત સમાચાર પ્રેસ પર આવતો. અપટુડેટ, હોંશીલો, હસમુખો એ વિદ્યાર્થી જયભિખ્ખનું સાહિત્ય લાવતાં લાવતાં જ વિદ્યાર્થીમાંથી વિદ્વાન બની ગયો. એ ચમત્કાર શબ્દનો અને સરસ્વતીનો. એ વિદ્યાર્થીએ ત્યારથી જ પિતાની સાથે સાથે પોતે પણ કલમ અજમાવવા માંડી હતી. પિતાની સાથે ગોઠવાવા માંડ્યું હતું. પિતાની છાયા ખરી પણ પડછાયા નહિ. એ વિદ્યાર્થી તે કુમાર, કુમારપાળ, કુમારપાળ દેસાઈ.
શરૂઆત જ કરી તેણે એકસાથે પાંચ ઘોડા પરની સવારીથી. બાળસાહિત્ય, રમતગમત, અભ્યાસ, અધ્યયન અને શીલ–સંયમ–શૌર્યનો પાંચમો રાષ્ટ્રીય અશ્વ. અભ્યાસ તો ચાલે જ ભણવાનું
હરીશ નાયક
10