________________
શતદલ પદ્મમાં પોઢેલો પરિમલ
ડા. કુમારપાળ દેસાઈને પદ્મશ્રી'નો ગૌરવવંતો એવૉર્ડ એનાયત થયો છે ત્યારે એમના બહુઆયામી વ્યક્તિત્વની નોંધ લેતાં હર્ષ અનુભવું છું. છેલ્લાં ચાલીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જતા રહીને એમણે ગુજરાત, ભારત અને ભારત બહાર આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેની યોગ્ય કદરરૂપ આ જાહેરાત છે. સાહિત્ય સાથે શિક્ષણ અને સંસ્કૃતિવિષયક એમની સેવાઓને પણ આ એવોર્ડ માટે લક્ષ્યમાં લેવામાં આવી છે.
સાહિત્યક્ષેત્રે ચરિત્ર, વિવેચન, સંશોધન, સંપાદન, ચિંતન, અનુવાદ, બાળસાહિત્ય, પ્રઢ સાહિત્ય, મોટેરાંનું સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિષયક સોથી વધુ ગ્રંથો તેમણે લખ્યા છે.
એક કાળે અમદાવાદમાં રમણભાઈ નીલકંઠ પચાસ જેટલી જાહેર સંસ્થાઓમાં કોઈ ને કોઈ હોદ્દે રહી માર્ગદર્શન આપતા હતા, એવી સૂઝ અને સેવાભરી ટ્રસ્ટીસહાય કુમારપાળ દેસાઈ દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, વિદ્યાવિકાસ ટ્રસ્ટ વગેરેને મળી રહી છે. ગુજરાત સાહિત્ય સભાના તેઓ મંત્રી છે, ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે અને ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે કે ગુજરાતી સ્ત્રી કેળવણી મંડળના સલાહકાર તરીકે, સમન્વય ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, સમસ્ત જૈન સેવા સમાજના ઉપપ્રમુખ તરીકે એવી તો પચીસથી વધુ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેને
રતિલાલ સાં. નાયક