________________
- આદિક - ટ્રિકે
રલ અળ અદ્વિતીય રમતસમીક્ષક
આજથી ૪૨ વર્ષ પહેલાં કુમારપાળ દેસાઈએ સ્પોર્ટ્સ કૉલમ લખવાનું શરૂ કર્યું તે સમયે ગુજરાતનાં અખબારોમાં સ્પોર્ટ્સ કૉલમ અને સ્પોર્ટ્સ પેજનું અસ્તિત્વ જ ન હતું. અખબારોમાં તે સમયે સ્પોર્ટ્સનાં સમાચારો કે લખાણોનો ઉપયોગ માત્ર ફિલર તરીકે જ થતો હતો. જ્યારે મેટર ઓછું હોય અને પાનું ભરવાનું હોય ત્યારે સ્પોર્ટ્સ વિશેનાં લખાણો લેવામાં આવતાં હતાં અને તે પણ ઉપકાર J કર્યો હોય તે રીતે. આ પરિસ્થિતિમાં રમતગમતનાં લખાણોમાં ભાષા-શૈલીના મહત્ત્વની તો આશા જ ક્યાંથી રાખી શકાય ? પત્રકારત્વના બીજા કોઈ પણ ક્ષેત્ર કરતાં સ્પોર્ટ્સ પત્રકારત્વમાં આ વાસ્તવિકતા સૌથી વધુ જોવા મળે છે.
કુમારપાળભાઈએ શરૂઆતથી જ સખત મહેનત કરી હતી. અખબારી સંસ્થાઓ પાસે રમતગમત વિશેની કોઈ લાઇબ્રેરી નહોતી. એ વિષયનાં પુસ્તકોનો અભાવ હોય, ત્યાં એના માહિતીસંગ્રહની ક્યાંથી આશા રાખી શકાય? આવી દુઃખદ સ્થિતિથી નિરાશ થવાને બદલે તેમણે આ પડકાર ઝીલી લીધો. તેમણે પોતાની જ લાઇબ્રેરી ઊભી કરી હતી, જેમાં ૫,૦૦૦ જેટલાં કવરોનો અને બસોથી વધુ માહિતી ગ્રંથોનો સમાવેશ થાય છે. કોઈ પણ સમયે કોઈ પણ ખેલાડીની ગમે તે માહિતી જોઈતી હોય તો તરત જ આ કવરમાંથી મળે છે. વળી આ કવરોનું વિભાગીકરણ પણ ખરું. ક્રિકેટ, ટેનિસ, કુસ્તી, બેડમિંટન જેવી રમતો વિશે હોય, જુદાં
સુધીર તલાટી
405