________________
તેમનામાં કાર્ય કરવાની અને અન્ય પાસેથી કામ લેવાની એક કુનેહ છે. એથી કદાચ એક અવતારમાં બેત્રણ અવતારની કામગીરી કરવાનો સંકલ્પ લઈને ચાલતા લાગે છે. આ પ્રવૃત્તિપરાયણતામાં એમના અધ્યયન-લેખનનું કામ સતત ચાલતું રહ્યું છે. કોઈ પણ પરિસંવાદમાં તેયારી વગર એમને જોયા નથી બની શકે તો એમનું વક્તવ્ય લેખિત રૂપે લઈ આવ્યા હોય. વક્તા તો પહેલેથી જ સારા અને પ્રભાવી. એ કારણે પરિસંવાદોમાં એમની ઉપસ્થિતિ રેખાંકિત થતી રહી છે.
પર્યુષણના દિવસોમાં તો તે લગભગ વિદેશોમાં ધર્મવિષયક વ્યાખ્યાનો આપવા વર્ષોવર્ષ જાય છે. ત્યાં પણ એમણે નામના કાઢી છે. અહિંસા વિશેનાં એમનાં પ્રવચનો માત્ર જેનધર્મીઓ વચ્ચે જ નહીં, વિદ્વતું મંડળીમાં પણ વ્યાપક સ્વીકૃતિ પામ્યાં છે.
મારા જેવા માત્ર સાહિત્યવિષયક અને અધ્યાપનની સીમિત પ્રવૃત્તિમાં રહેનારને આ ક્ષેત્રમાં મળતી મિત્રતાનું મૂલ્ય વધારે હોય. એ રીતે કુમારપાળના અધ્યયનના ફાલ રૂપે જ્યારે પુસ્તકો પ્રગટ થાય ત્યારે મારો આનંદ બેવડાય. સાહિત્ય અકાદમીએ અલભ્ય પણ પ્રશિષ્ટ પુસ્તકોનાં સંપાદન કરાવી પ્રગટ કર્યા છે. તેમાં એમણે નારાયણ હેમચંદ્રની આત્મકથા “હું પોતે'નું સંપાદન કરી, જે અભ્યાસલેખ જોડ્યો છે, તે એમની વિવેચનાત્મક દૃષ્ટિનો પરિચાયક છે. મધ્યકાલીન જેને કવિ આનંદઘન પરનું એમનું સંશોધનકાર્ય તો જાણીતું થયેલું છે, પરંતુ એમને જ્યારે ધનજી કાનજી સુવર્ણચંદ્રક એનાયત થયો એ પ્રસંગે પ્રગટ થયેલ અભ્યાસલેખોનું સંકલન “શબ્દસમીપનું મને વિશેષ પરિશીલન કરવાનો અવસર મળ્યો હતો. મારે એ પુસ્તકનું વિમોચન કરવાનું હતું. એ પ્રસંગે આપેલ વક્તવ્યનો થોડોક અંશ અહીં આપવાના લોભનું સંવરણ કરી શકતો નથી.
શબ્દની સાધનાના પરિણામરૂપ છે આ “શબ્દસમીપ' ગ્રંથ – અને એનું વિવેચન કરતાં હું આનંદ અનુભવું છું. એનું વિમોચન મારે હાથે થાય છે એથી હું એક પ્રકારનું ગૌરવ અનુભવું છું. આ પુસ્તકનું શીર્ષક “શબ્દસમીપ' એ શ્રી કુમારપાળભાઈની વાડ્મય ઉપાસનાનું દ્યોતક છે. શબ્દ એમનો નિત્યનો સાથી રહ્યો છે, પછી ભલે એ શબ્દ લાખો વાચકો સુધી પહોંચતો, વર્તમાનપત્રના કૉલમ રૂપે પ્રગટ અને એથી સહજ રીતે સુબોધ એવો શબ્દ હોય કે પછી અનેક દિવસના અભ્યાસ, વાચનલેખન-મનન પછી લખાતો અને વિશેષજ્ઞો સુધી પહોંચતો એવો શબ્દ હોય, પણ ઉપાસના મુખ્યત્વે તો શબ્દની.”
સર્જક શબ્દનો વિનિયોગ કરે છે, વિવેચકનું કામ એ શબ્દોના રહસ્યને ખોલી આપવાનું છે. કુમારપાળે એક સર્જક તરીકે કથાઓનું જીવનચરિત્રોનું, બાળસાહિત્યની રચનાઓનું નિર્માણ કર્યું છે, પણ “શબ્દસમીપમાં તેઓ વિવેચક છે, જે સન્નિષ્ઠ અધ્યાપક પણ છે. આધુનિક વિવેચન કે વિવેચનાત્મક અભ્યાસનું ઉગમસ્થાન સાહિત્યના વર્ગની ચાર દિવાલો છે, એવા અર્થનું એલિયટનું વિધાન “શબ્દસમીપ'ના અભ્યાસનિષ્ઠ વિવેચક સંદર્ભે યોજી શકાય એમ છે.
11. ભોળાભાઈ પટેલ