________________
શબ્દસમીપમાં ગુજરાતી અસ્મિતાના આદિ ઉદ્ગાતા હેમચંદ્રાચાર્યના સઘન અભ્યાસલેખથી માંડી ગુજરાતના, દેશના અને વિદેશના (અલ્પખ્યાત પણ) મહત્ત્વના સાહિત્યકારો વિશે સાધિકાર કહેવામાં આવ્યું છે.
આ સંગ્રહના પ્રથમ બે લેખ હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા” તથા “જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન' કુમારપાળની ગુજરાતના જૈન સાહિત્યના વિશિષ્ટ અધ્યયનના નિર્દેશક છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા ભાષાતત્ત્વવિદ્ હેમચંદ્રાચાર્યને મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશના, અને નહિ કે ગુજરાતીના સાહિત્યકાર માને – પણ એ સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યના પરોક્ષ ઉગમસ્થાન રૂપે તો એમની પ્રથમ પંક્તિમાં ગણના કરે. કુમારપાળે લેખના આરંભમાં જ નોંધ્યું છે:
ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતી અસ્મિતાના એ પ્રથમ છડીદાર.”
તેઓ અન્ય વિદ્વાનોનો હવાલો આપીને પોતાના કથનની પ્રામાણિકતા અધ્યાપકીય દૃષ્ટિથી સિદ્ધ કરે, તેમાં એમના આચાર્ય હેમચંદ્રાચાર્ય વિશેના પરિશીલનનું દર્શન થાય છે. ગુજરાતના સંસ્કારજીવન પર હેમચંદ્રાચાર્યના પ્રભાવનો નિર્દેશ કરી, તે આચાર્યની સર્વતોમુખી પ્રતિભાનું દર્શન – વિવિધ શાસ્ત્રોમાં કરેલા પ્રદાન અને વિવિધ સાહિત્યસ્વરૂપોના કરેલા સર્જનની વિગતો આપીને, આપણને કરાવે છે. અનેક ઉદાહરણો સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ આદિ કાવ્યોમાંથી આપીને પોતાનાં નિરીક્ષણોને પ્રમાણિત કરતા ગયા છે.
વિવેચન એટલે એલિયટના શબ્દોને રૂપાંતરિત કરી ઉમાશંકર જેને ‘આસ્વાદમૂલક અવબોધકથા' કહે છે. સાહિત્યના આસ્વાદ માટે અવબોધની જરૂર છે, પણ જો તે અવબોધમાં આસ્વાદનો અભાવ હોય, તો તે વિશેની વાત નીરસ બની જાય છે. આ લેખ ગંભીર પર્યેષણામૂલક હોવા છતાં આસ્વાદ્ય પણ બની રહે છે – એમાં આપેલાં અવતરણોની વ્યાખ્યા અને વિશ્લેષણથી. દ્વયાશ્રય’ અને ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ' જેવા આચાર્ય હેમચંદ્રના મહાકાવ્યોપમ ગ્રંથોનું વિવેચનવિશ્લેષણ એ રીતે નોંધપાત્ર છે.
આ પ્રકારનો જ અભ્યાસલેખ છે જ્ઞાનવિમલસૂરિ વિશે. ગુજરાતીના સામાન્ય ભાવકોને હેમચંદ્રાચાર્ય જેટલા એ પરિચિત નથી, અને એથી એક જૈન કવિ તરીકેનું તેમનું મૂલ્યાંકન અધિકૃત રીતે થાય તે ઇષ્ટ છે, કુમારપાળ એમના વિપુલ સર્જનને જેન ધર્મના સિદ્ધાંતો અને આચારોની ભૂમિકામાં બિરદાવે છે.
ગુજરાતી સાહિત્ય વિશેના અધ્યયનલેખોમાં હું પોતેના લેખક નારાયણ હેમચંદ્રની એ નામની આત્મકથાના સુવિસ્તૃત સંપાદકીય દ્વારા વિચિત્રમૂર્તિ ગણાતા, અનેક ગ્રંથોના લેખકનો
12.
કુમારપાળની સમીપ - શબ્દસમીપ