________________
..
જ
વુિં
મહાન
શિક્ષક
પ્રો. ડૉ. કુમારપાળ દેસાઈસાહેબના બહુવિધપ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનો પરિચય તો હતો, પણ જૂન ૧૯૮૮માં એમની સાથે મારી પ્રથમ મુલાકાત થઈ. હું એસ. એલ. યુ. આર્ટ્સ એન્ડ ઠાકોર કોમર્સ કૉલેજ ફોર ગર્લ્સ, એલિસબ્રિજ, અમદાવાદમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપતો હતો, પણ મને પીએચ.ડી. કરવાની તીવ્ર ઇચ્છા હતી. તેથી એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરવાની તક મળે એવા શુભ આશયથી એમને મળવા ગયો.
મેં એમને મારી વાત જણાવી. એમણે મારા માટે પીએચ.ડી.ના માર્ગદર્શક બનવાનું સ્વીકાર્યું. પ્રથમ મુલાકાતે જ એમના પ્રેમાળ, નિખાલસ, સરળ અને ઉમદા વ્યક્તિત્વનો અનુભવ થયો. આ મુલાકાત મારા જીવનસાગરમાં દીવાદાંડી સમાન યાદગાર બની રહી.
પાંચ વર્ષ સુધી પીએચ.ડી. નિમિત્તે અભ્યાસકાર્ય ચાલ્યું. આટલા બધા વ્યસ્ત દેસાઈસાહેબ મારા મહાનિબંધનાં પ્રકરણો કઈ રીતે જોશે ? મેં એવું સાંભળ્યું હતું કે કેટલાક અધ્યાપકો તો મહાનિબંધનાં પ્રકરણો લઈને વિદ્યાર્થી આવે એટલે એ પ્રકરણો બાજુએ મૂકે. વિદ્યાર્થી પાસે પોતાનાં કામો કરાવે ! અરે ! એને લાઇટબિલ ભરવા કે ટપાલ નાખવા પણ મોકલે.
ડૉ. કુમારપાળ દેસાઈસાહેબની પદ્ધતિ એવી કે વિદ્યાર્થીને વિષય આપતા પહેલાં પૂરો કસે ! નિયમ એવો કે મહાનિબંધના લેખનકાર્ય સમયે એણે બીજી
કાલિદાસ પ્રજાપતિ
500