________________
તેને પણ દશકો થવા આવ્યો. ગુજરાતમાં શું સાહિત્યકારો, કવિઓ, શિક્ષણશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ વગેરે આવા ખિતાબોને લાયક નહીં લાગતા હોય ? (મારી માહિતી કદાચ અધૂરી હોય તો ક્ષમા ચાહું છું.) કે ગુજરાતી સિદ્ધિવંત વ્યક્તિઓ તરફ ધ્યાન દોરનાર દિલ્હીમાં કોઈ નથી ? આમાં ‘લૉબિંગ’ની વાત નથી. સમતોલ, સમભાવ, સમદ્રષ્ટિની વાત છે. આ પરિસ્થિતિમાં ડૉ. કુમારપાળને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળે છે તેથી તેનું મહત્ત્વ વધી જાય છે અને તેથી આપણો હર્ષ પણ વધે છે.
ઈશ્વર તેમને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુ બક્ષે તથા જિંદગીની હરેક પળ એમણે જે ઇચ્છા વ્યક્ત કરી છે – “સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોનાં રહસ્યો પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે તેવી ઈશ્વરને મારી પ્રાર્થના છે.’ – તે પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા અને તે માટે તેમને જરૂરી શક્તિ-સ્ફૂર્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ગુજરાતના આવા એક પનોતા પુત્ર માટે આથી વધુ બીજી કઈ ભાવના વ્યક્ત કરું ? અસ્તુ.
61
ચંદુલાલ બી. સેલારકા