SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે પ્રવચનો આપ્યાં છે અને ૧૯૯૯માં અમેરિકાનાં અને કેનેડાનાં જૈન સેન્ટરોના આ ફેડરેશને (જૈનાએ એમને પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવોર્ડ પણ એનાયત કર્યો હતો. અમેરિકા અને કેનેડામાં પ્રવૃત્તિ કરતું ફેડરેશન ભારતમાં વસતી વ્યક્તિને એનાં જૈન ધર્મનાં ઉમદા કાર્યો માટે પોંખે એ કેવી મહત્ત્વની ઘટના છે ! અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં જૈન દેરાસરો નિર્માણ પામે છે. આમાં પણ કુમારપાળભાઈની મદદ સતત મળતી રહી છે. જેને સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના જેનભવનના વિસ્તરણના કાર્યમાં પણ તેઓ ભારત ખાતેના મુખ્ય કોઓર્ડિનેટર છે. વળી એ અંગે અમદાવાદમાં જુદાં જુદાં આયોજનો કરીને તેઓ જેને સેન્ટર ઓફ સધર્ન કેલિફોર્નિયાના કાર્યને પોતાનું કાર્ય માનીને જૈન સમાજનો વ્યાપક સહયોગ મેળવી રહ્યા છે. અમે દર વર્ષે કચ્છના બિદડા શહેરમાં થતા મેડિકલ કેમ્પમાં વિનામૂલ્ય ડૉક્ટરી સારવાર આપવા જઈએ છીએ. આ સમયે પણ કુમારપાળભાઈને મળવાનું થતું જાય છે અને અમારી વારંવારની મુલાકાત એ આત્મીયતામાં પરિવર્તન પામી છે. ડૉ. કુમારપાળ દેસાઈએ વિદેશમાં વ્યાખ્યાન, જિનાલયમાં સહ્યોગ, જૈન તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોની રચના, કન્વેન્શનમાં પ્રવચનો જેવાં અનેકવિધ કાર્યો કર્યા છે અને તેથી વિદેશમાં એમણે પ્રસરાવેલી ભારતીય સંસ્કૃતિ અને ધર્મદર્શનની સુગંધ અનેક માનવીઓના જીવનમાં નવીન પ્રકાશ પાથરી રહી છે. જેન એસોસિએશન ઇન નોંર્થ અમેરિકા જેના)ના ભૂતપૂર્વ પ્રમુખ અને જૈન સેન્ટર ઑફ નૉર્ધન કેલિફોર્નિયાના અગ્રણી 522 વહેતી સુગંધ વિદેશમાં
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy