________________
છે
કે
ભારતના અનન્ય સંતાના
શ્રી કુમારપાળ દેસાઈ સાથે પ્રથમ મિલન ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં જુલાઈ ૧૯૮૮ના સમય દરમ્યાન થયું. પ્રોફેસર રમણલાલ શાહ અને તારાબહેન શાહ સાથે કુમારપાળભાઈ વર્લ્ડ જેને કોંગ્રેસમાં ભાગ લેવા ઇંગ્લેન્ડ આવ્યાં હતાં. રમણભાઈએ કુમારપાળભાઈનો મારી સાથે પરિચય કરાવ્યો અને આમ અમારું પ્રથમ મિલન થયું. એ દિવસ અને એ પ્રસંગ એક શુભ ઘડી અને શુભ સંયોગ હતા એમ હું માનું છું.
કુમારપાળભાઈ સાથેની મિત્રતાની અનેક સુખદ પળો મેં માણી છે. સોળ વર્ષના આ મિત્રતાના બંધનમાં અને સાથે ગુજારેલા અનેક દિવસોમાં કંઈ કંઈ મીઠાશભરી વાતો સંગ્રહાયેલી, સચવાયેલી અને સુવર્ણકૃતિની જેમ અંકિત થયેલી છે. પરંતુ આ તો કુમારપાળભાઈનું માત્ર એક જ પાસું છે.
ખેલકૂદના વિષયથી માંડીને ધાર્મિક આધ્યાત્મિક વિષયોની ઊંડી સમજ તેમણે કેળવી છે. તેમની કલમમાંથી બહુવિધ વિષયોના રસપૂર્ણ, માહિતીપૂર્ણ લેખોનો આસ્વાદ ગુજરાતની જનતાએ માણ્યો છે. અનેક મહાન પુરુષોના ચરિત્રની સુંદર વાતો રજૂ કરીને તેમણે આજની પેઢીના ચારિત્રઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. એમણે જે ગ્રંથોનું સંપાદન, લેખન અને પ્રકાશન કરેલ છે તેની યાદી ખૂબ જ લાંબી છે. એમનાં અનેકવિધ કાર્યોની
| વિનોદ કપાસી
523