________________
ઘર્મ અને સંસ્કૃતિના સંવર્ધક
મના તેજસ્વી ચહેરા પર અહર્નિશ પ્રસન્નતાના સ્ફલિંગો જોવા મળે તેવા, સૌજન્યશીલ આત્મીયજન કુમારપાળ દેસાઈને પ્રજાસત્તાક દિનના પર્વ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા, પદ્મશ્રીનો ઇલકાબ એનાયત થયો, તે ક્ષણ આપણા માટે આનંદપર્વ બની ગઈ.
તેમની બહુમુખી પ્રતિભા, અનેકવિધ કાર્યો વિશે તો ગ્રંથ લખાય.
શ્રી કુમારપાળે વિવિધ ક્ષેત્રે કરેલાં કાર્યોની યાદી પર એક નજર નાંખીએ તો એક વ્યક્તિ નહિ પણ વટવૃક્ષ જેમ ફૂલી-ફાલેલી એક વિશાળ સંસ્થા લાગે.
વિવિધ વિષયો પરના સર્જન અને લેખનકાર્ય દ્વારા તેમણે સાહિત્ય અને અધ્યાત્મજગતને સમૃદ્ધ કર્યું છે. એમની ગતિશીલ વિચારધારા પરંપરા અને પ્રયોગશીલતાનો સમન્વય સાધે છે તેથી તેમના દ્વારા આલેખાયેલ ચિંતન સર્વગ્રાહ્ય બન્યું અને તેમનું સર્જન આસ્વાદ્ય બન્યું છે.
તેઓ પોતાના વિચારોને સુસંગત શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે છે તેથી ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં ઊંડાં રહસ્યો સરળ રીતે સમજાવી શકે છે. આ કારણે તેમનાં લખાણો લોકપ્રિય અને લોકભોગ્ય બન્યાં છે.
પત્રકારત્વ અને શિક્ષણનાં સંપાદન, સંશોધન અને સુધારણાની એમની કામગીરીએ, એ ક્ષેત્રમાં નવી ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે.
ગુણવંત બ૨વાળિયા
209