________________
લખ્યું છે. એ ખરા અર્થમાં પ્રજાના, આમસમાજના લેખક છે. સાહિત્યમાં સર્જન-વિવેચનસંશોધન–અનુવાદને ક્ષેત્રે એમણે કેટલુંક મહત્ત્વનું પ્રદાન કરેલું છે. એક અભ્યાસી તરીકેની એમની છાપ એમનાં વ્યાખ્યાનોમાં પણ પમાતી રહી છે. આ અર્થમાં એ બહુમુખી પ્રતિભાના માણસ છે.
છેલ્લા બે દાયકામાં એમણે દેશવિદેશમાં જૈન ધર્મ સંદર્ભે તથા સાહિત્ય અને સમાજ વિશે ઘણાં વ્યાખ્યાનો આપ્યાં છે. એમાંથી કેટલાંક દેશવિદેશમાં પ્રસિદ્ધ થયાં છે ને પુસ્તકરૂપ પામ્યાં છે. કુમારપાળ દેસાઈ અનેક સંસ્થાઓમાં મહત્ત્વનાં પદો-હોદ્દાઓ ધરાવે છે. એ અંગેનાં કાર્યો એ મુસાફરી દરમ્યાન, ગાડીમાં ફાઈલો સાથે રાખીને પણ કરતા રહે છે, છતાં એ કદી કાર્યના ભારની ફરિયાદ નથી કરતા. હળવાશ એમનો સ્વભાવ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં મંત્રી તરીકે અને કારોબારીના સક્રિય સભ્ય તરીકે એમણે સેવાઓ આપી છે. સાહિત્ય અકાદમીમાં ઉપાધ્યક્ષ તરીકે એમણે સંશોધન–અનુવાદ–પ્રકાશન–સંપાદનનાં કાર્યો કર્યા-કરાવ્યાં છે. પરિસંવાદોમાં એમને સોંપેલા વિષય પર એ પૂરી તૈયારી સાથે આવનારાઓમાંના એક છે. એમનું વક્તવ્ય એ બહુધા લખીને પણ લાવે છે – જેથી વિષયને વધારે ન્યાય મળે છે ને નિર્ધારિત સમયમાં એ વક્તવ્યને સંતોષપ્રદ બનાવી શકે છે. એ મધ્યકાલીન કવિઓ વિશે તથા આધુનિક કૃતિઓ વિશે પણ યોગ્ય નિરીક્ષણ કરવામાં માહેર છે. સભાસંચાલન અને અધ્યક્ષીય વક્તવ્યોમાં પણ એમની સૂક્ષ્મ વિચારશક્તિ તથા સંકલનશક્તિનો પરિચય મળતો રહ્યો છે.
રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમણે કેટલાંક અતિ મહત્ત્વનાં કાર્યો કરેલાં છે જેમાં અહિંસાની વિચારધારા અને શાકાહાર વિશેની પ્રવૃત્તિઓ મહત્ત્વની છે. ૩૦ જેટલી સંસ્થાઓ સાથે સંકળાઈને કાર્ય કરતા કુમારપાળ દેસાઈને સાહિત્ય માટે પંદર તથા અન્ય સામાજિક લેખનપ્રવૃત્તિ અને સેવાઓ માટે થઈને પાંત્રીસ જેટલા એવૉઝ મળેલા છે. આ બધા છતાં એ પોતે તો કાર્યને જ ઓળખનારા માણસ છે. ગુજરાતીમાં વિશ્વકોશ' કરવાનું, પિતાતુલ્ય પરમપૂજ્ય ગુરુનું શમણું એમણે વિશ્વકોશ ટ્રસ્ટ'માં રહીને તનમનધનના સમર્પણથી સારું પાડવા માટે અપૂર્વ જહેમત લીધી છે – ગુજરાતીઓ એમનું આ સમર્પણ કદી નહિ ભૂલે.
કુમારપાળભાઈ વિશે આ બધું જાણીએ ત્યારે થાય છે કે આ મનેખ પણ નોખી માટીનો છે. એમનાં બધાં કાર્યો વિશે લખતાં તો પાર ન આવે. અમને તો ભાષાભવનમાં, યુનિવર્સિટીઓમાં, વિશ્વકોશ ટ્રસ્ટમાં તથા પરિસંવાદોમાં જે હેત અને ઉષ્માથી મળતા રહે છે એનો અપાર આનંદ છે. એમને અભિનંદન અને શુભેચ્છાઓ.
93
મણિલાલ હ. પટેલ