________________
ટ્રસ્ટ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા, પ્રાકૃત જૈન સોસાયટી, અનુકંપા ટ્રસ્ટ, ભગવાન મહાવીર ૨૬૦૦મી જન્મકલ્યાણક ઉજવણી સમિતિ જેવી અનેકાનેક સંસ્થાઓમાં શ્રી કુમારપાળભાઈ કોઈ ને કોઈ રીતે હોદ્દા પર અત્યંત યશસ્વી કામગીરી બજાવી રહ્યા છે.
‘ગુજરાત સમાચાર’ની એમની લોકપ્રિય કટાર ઈંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, પારિજાતનો પરિસંવાદ’, ‘આકાશની ઓળખ’ જેવી કૉલમમાં તેઓ અવારનવાર જૈન ધર્મકથાઓ લખે છે. તો ‘પ્રબુદ્ધ જીવન’, જેન’, ‘જેનજગત’, ‘જૈનપ્રકાશ’, ‘સુઘોષા’ જેવાં સામયિકોમાં જૈનદર્શનને લગતા લેખોનું પણ સતત પ્રકાશન થતું રહે છે. પર્યુષણ પર્વ પ્રસંગે ‘ગુજરાત સમાચાર'માં પ્રગટ થતી એમની લેખમાળા જૈનદર્શનને વ્યાપકતાથી આલેખીને જૈન-જૈનેતરને ધર્મનાં વ્યાપક અને મૂળગામી તત્ત્વોનો ખ્યાલ આપે છે.
ગ્રંથલેખન, પ્રવચન, પત્રકારત્વ, પ્રવાસ, સંસ્થાગત કાર્યો, વિદેશમાં જૈન કેન્દ્રોના વિકાસમાં સહયોગ – એમ અનેકવિધ રીતે જૈનદર્શનને અમદાવાદથી માંડીને આખી દુનિયામાં પ્રસરાવનાર એકમાત્ર કુમારપાળભાઈ છે. જૈન ધર્મ અને દર્શન વિશે આખા વિશ્વને બાથમાં લીધું છે તે સાચું, પણ આવી વ્યાપકતા તો જૈનસમાજમાં અનન્ય છે. આ વિશાળતાનો અણસાર એમને માત્ર જૈનદર્શન અંગે મળેલાં પારિતોષિકોનો વિચાર કરીએ તો પણ આવશે. એમણે લખેલાં ‘આનંદધન : એક અધ્યયન' સંશોધનગ્રંથ માટે અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિશેના ‘બાળકોના બુદ્ધિસાગરજી’ માટે અનુક્રમે રાજસ્થાનના ચૂરુમાં આવેલી લોકસંસ્કૃતિ શોધ સંસ્થાને અને શ્રીમદ્ બુદ્ધિસાગર સાહિત્ય ગ્રંથમાળાએ સુવર્ણચંદ્રક આપ્યા છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય માટે બ્રિટનમાં પ્રવચનો કરવા માટે બ્રિટનની ૧૬ જેટલી સંસ્થાઓએ એકત્રિત થઈને ૧૯૮૯માં ‘શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ' અર્પણ કર્યો, તો અમેરિકાના લૉસ ઍન્જલસના જૈન સેન્ટર ઑફ નૉર્ધન કૅલિફૉર્નિયાએ એમણે આપેલી પર્યુષણ પ્રવચનમાળા અને સેન્ટરની સ્થાપના અને વિકાસમાં સહયોગ માટે ૧૯૯૯માં ‘ગૌરવ પુરસ્કાર’ આપ્યો. અમેરિકા અને કૅનેડાના જેન સેન્ટરોના ફેડરેશન ‘જૈના’ એના એવૉર્ડમાં એક એવૉર્ડ અમેરિકાથી બહાર જૈન ધર્મ વિશે મહત્ત્વનું કાર્ય કરનારને આપે છે. આવો જૈના' સંસ્થાનો પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવૉર્ડ' ૧૯૯૭માં કુમારપાળભાઈને એનાયત થયો. એ જ રીતે સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા જૈનદર્શનના પ્રસાર માટે નવી દિલ્હીની અહિંસા ઇન્ટરનૅશનલ સંસ્થાએ ૧૯૯૭માં અહિંસા ઇન્ટરનૅશનલ દીપ્તિમલ આદીશ્વરલાલ એવૉર્ડ’ અર્પણ કર્યો, તો શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનનો વ્યાપક જનસમુદાય સુધી પ્રસાર કરવા માટે ૨૦૦૪માં એમને પરમશ્રુત સેવા સંવર્ધન એવૉર્ડ' શ્રીમદ્ રાજચંદ્રજીની સંસ્થાઓએ અર્પણ કર્યો. આધ્યાત્મિક સાહિત્ય અને લેખન માટે ૨૦૦૧ના શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા)એ ‘સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' અર્પણ કર્યો. ભગવાન મહાવીરની ૨૬૦૦મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વનાં ૨૬ વિવિધ ક્ષેત્રના જૈન અગ્રણીઓને એ
207
કનુભાઈ શાહ