________________
સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને હસ્તે જૈન રત્નનો એવોર્ડ મળ્યો. આમાં કુમારપાળભાઈ પણ એક હતા. જેનધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી એકસોથી પણ વધુ વર્ષની ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ભારત જૈન મહામંડળે એનો સર્વપ્રથમ જૈન ગૌરવ એવોર્ડ ૨૦૦૩ના એપ્રિલમાં કુમારપાળભાઈને આપ્યો. આ સિવાય અનેક જૈન સંસ્થાઓ અને જૈન સેન્ટરોએ એવૉર્ડ કે માનપત્ર દ્વારા એમના જૈનદર્શનના કાર્ય પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી છે.
આ રીતે શ્રી કુમારપાળભાઈના પરિચય દ્વારા એક આત્મીય જનની ભલી લાગણીઓ પ્રાપ્ત કરવાનો અનેરો આનંદ મળ્યો છે. કોઈ પણ કાર્ય માટે જ્યારે જરૂર પડી છે ત્યારે સ્નેહસભર માર્ગદર્શન મળ્યું છે. જ્યારે જ્યારે કોઈ સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક કાર્ય માટે એમને મળવાનું થયું છે ત્યારે લાગણીસભર, હસતા ચહેરે, સંતોષપૂર્વક પ્રતિસાદ મળ્યો છે.
શ્રી કુમારપાળભાઈની કારકિર્દી હજુ અનેક ઉન્નત શૃંગો પર વિહરે અને જૈનદર્શનના પ્રચાર-પ્રસાર માટે પ્રભુ એમને આરોગ્યમય દીર્ધાયુ જીવન બક્ષે એવી પ્રાર્થના.
208
નોખી કોટિના વિદ્વાન અનોખી કોટિના માનવી!