________________
આ કૉન્ફરન્સમાં દેશના પ્રતિનિધિ તરીકે સહભાગી થઈ. ધર્મદર્શનને અર્વાચીન સંદર્ભમાં પ્રસ્તુત કરવાની કુમારપાળ દેસાઈની સૂઝ, અભ્યાસ અને અભિગમ આગવા તરી આવે તેવાં છે. ધર્મદર્શન કોઈ પ્રાચીન બાબત હોય અને આજે તે સાવ અપ્રસ્તુત હોય, તેવું એ માનતા નથી, એને બદલે ધર્મની શાશ્વતતા અને આધ્યાત્મિકતા તરફ લક્ષ ઠેરવીને એના સિદ્ધાંતોને વર્તમાન સમયની માનવીય સમસ્યાઓના સમાધાનના સંદર્ભમાં ઉજાગર કરી આપે છે. આજે વિશ્વમાં પ્રાણી પ્રેમ અને માનવ અધિકારની વાત ચાલે છે, ત્યારે જેનધર્મમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુ તરફની જયણા અને માનવસ્વાતંત્ર્ય કેટલું બધું છે, તે વિશે એમણે વિશ્વધર્મ પરિષદમાં વક્તવ્ય આપ્યું. એમણે “કમ્પસન ટુવર્ડ્ઝ એનિમલ’ અને ‘હ્યુમન રાઇટ્સ એન્ડ જેનિઝમ' વિશે પોતાનાં શોધપત્રોનું વાંચન કર્યું હતું.
૧૯૯૪માં જ વેટિકન ખાતે ખ્રિસ્તી ધર્મના વિશ્વકક્ષાના નામદાર પોપ જ્હોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર સૌપ્રથમ જૈન ડેલિગેશનમાં સામેલ થવાનું ગૌરવ પણ શ્રી કુમારપાળભાઈને હાંસલ થયું હતું. આ ડેલિગેશને નામદાર પોપ સાથે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી અહિંસાનો મહિમા કર્યો હતો.
હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દી નિમિત્તે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના વિશે સંશોધનપત્ર તૈયાર કર્યું હતું. આ અભ્યાસ-સંશોધન આધારિત પ્રવચનોએ પણ શ્રી કુમારપાળ દેસાઈને દેશ-વિદેશમાં સારી નામના અપાવી.
દર વર્ષે ભારત, અને વિદેશોમાં યોજાતી પર્યુષણ પ્રવચનમાળામાં શ્રી કુમારપાળભાઈએ જૈન ધર્મ અને દર્શન વિશે અસંખ્ય અને મનનીય પ્રવચનો આપ્યાં છે. પર્યુષણ પર્વમાળાનાં વ્યાખ્યાનો માટે શ્રી કુમારપાળભાઈ એન્ટવર્પ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, લૉસ એન્જલસ, શિકાગો, હ્યુસ્ટન, સેન્ટ લુઇસ, ફિનિક્સ, સાનફ્રાંસિસ્કો, બ્રિટન, લંડન, લેસ્ટર માંચેસ્ટર, બ્રાઇટન, કોવેન્ટ્રી, નાઇરોબી, મોમ્બાસા, થિકા સહિત દુનિયાભરનાં અનેક શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે. એમનાં પાંચ-પાંચ વર્ષ સુધીનાં પર્યુષણ વ્યાખ્યાનો અગાઉથી નક્કી થઈ ચૂક્યાં હોય છે.
વિદેશની ધરતી પર યોજાતા પરિસંવાદોમાં પણ જૈન ધર્મના અહિંસા, અપરિગ્રહ, સ્યાદ્વાદ, શાકાહાર, સંયમ વગેરે વિષયોમાં થતી ચર્ચા-વિચારણાઓમાં એમની સક્રિય ભાગીદારી રહી છે, એમનું અનોખું કીમતી યોગદાન રહ્યું છે.
પોતાના પિતાશ્રીના નામે રચાયેલા શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ' ઉપરાંત બીજા અનેક સાહિત્યિક-સામાજિક ટ્રસ્ટની જેમ અનેક જૈન સંસ્થાઓમાં પણ શ્રી કુમારપાળભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી, કાર્યવાહક સભ્ય, સલાહકાર સભ્ય જેવા હોદ્દાઓ સંભાળી જે તે સંસ્થાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી (લંડન)ના તેઓ ભારતના પ્રતિનિધિ અને કો-ઓર્ડિનેટર છે. જેને જાગૃતિ સેન્ટર, જૈન સંસ્થાન, શ્રી મહાવીર માનવ કલ્યાણ
206. નોખી કોટિના વિદ્વાન, અનોખી કોટિના માનવી!