________________
મીણ જેમ આર્દ્ર બનીને ઓગળી જાય. આવા ગુણોના ભંડાર સમા ડૉ. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વથી કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી જ.
સહકારિતાની ભાવના તેમજ સત્ય પ્રત્યેની તેમની ઉપાસના ઘણી અજોડ જ છે. ખોટું તેઓએ કદી કર્યું જ નથી અને લોકોને પણ ખોટું ન કરવાની જ તેઓ સલાહ આપે. જેનદર્શનને જેમણે આત્મસાતું કર્યું છે, ચિંતન જેઓના મનમાં વ્યાપી રહ્યું છે તેવા ડૉ. કુમારપાળ દેસાઈને લેખક કે સાહિત્યકાર કહેવા એ ઘણું વામણું લાગે છે.
એક ઋષિ કે મહર્ષિ તરીકેની સિદ્ધિઓને વરી ચૂકેલા ડૉ. દેસાઈનું જ્ઞાન અગણિત છે. તેઓએ તેનું પ્રદર્શન કદી નથી કર્યું, કારણ કે જ્ઞાનની સીમાઓથી પણ તેઓ ઘણા આગળ નીકળી ચૂક્યા છે. મને તો લાગે છે કે તેમણે પણ શ્રીકૃષ્ણની જેમ પાછું વળીને જોયું નથી લાગતું. કેમ કે પાછું વળીને જોવામાં કદાચ વિકાસની ગતિ રોકાઈ જતી હશે.
માનવમૂલ્યોની દૃષ્ટિએ જોવામાં આવે તો તેઓ મહામના મહાનુભાવ અને માનવકલ્યાણક તરીકે જ ઓળખાય ગમે તે મનુષ્ય હોય, રાજા હોય કે રંક, ગરીબ હોય કે તવંગર, નોકર હોય કે માલિક – દરેકની તેઓને ખેવના છે. તેમના પ્રત્યે માન-સન્માન છે. દરેકને તેઓ માનવ સમજીને તેની ઉપાસના કરે છે. તેઓની ઉપાસનાનું સાધન તેમની કલમ છે. કલમ દ્વારા જ માનવકલ્યાણની તેમની ભાવના છે. ઈશ્વર તેઓને વધુ ને વધુ સફળતા આપે તેવી શુભકામના.
હૃદયની અંતરંગ ઊર્મિઓને કારણે જે કાંઈ લખાયું છે તે અતિશયોક્તિ તો નથી જ. ડૉ. દેસાઈની ગુણગ્રાહકતા ઈશ્વર અમને આપે તેવી સદ્ભાવના સાથે. અંતમાં તેઓ વિશે ઘણું ઘણું કહી શકાય, પરંતુ તે કાર્ય સૂરજને આરસી બતાવવા જેવું જ ગણાય.
484 મૂઠી ઉંચેરા માનવી