________________
કરનાર
અનેકવિધ ક્ષેત્રોમાં પ્રદાન કુમારપાળ દેસાઈ મુખ્યત્વે સાહિત્યકાર અને પત્રકાર છે. તેમના વ્યક્તિત્વનાં આ બે પાસાં પરસ્પર ગાઢપણે સંલગ્ન છે.
કુમારપાળે અગિયાર વર્ષની વયે ‘ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. ઈ. સ. ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું અવસાન થતાં કુમારપાળે એમના જીવનની વિશેષ વિગતો પ્રાપ્ત કરી લગભગ ત્રણસો પૃષ્ઠનું ‘મહામાનવ શાસ્ત્રી’ નામક વિસ્તૃત ચરિત્ર તૈયાર કર્યું જેનો પ્રકાશન-સમારોહ ધૂમકેતુકૃત ‘ધ્રુવદેવી’ નવલકથાના પ્રકાશન સાથે (તા. ૨૦-૪-૬૬ના રોજ) સંલગ્ન હતો.
‘લાલ ગુલાબ'ની સફળતા પછી કુમારપાળે બાલસાહિત્યસર્જનમાં અને ચરિત્રલેખનમાં સક્રિયતા દાખવી. પોતાનાં પુસ્તકોની સંખ્યામાં સતત વૃદ્ધિ ક૨વી એટલું જ એમનું લક્ષ્ય ન હતું. પ્રત્યેક પુસ્તકના લેખન પાછળ એક આગવી દૃષ્ટિ રાખીને તેઓ લખતા. બાદશાહ (અકબર) અને બીરબલની ચાતુરીની વાતો સાંભળનારા ગુજરાતને ચતુર તથા વિચક્ષણ ગુજરાતીની ઓળખ કરાવવી જોઈએ એ દૃષ્ટિએ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતની પાછળ રહેલા દામોદર મહેતાની કથા તથા ચાતુરીની વાત આપી. આ રીતે કચ્છની વીરતા દર્શાવતું ‘કેડે કટારી ખભે
35
ચરિત્રસાહિત્યમાં
પ્રધાન
પ્રસાદ બ્રહ્મભટ્ટ