________________
પ્રથમ વખત પ્રત્યક્ષ મુલાકાત થતાં અંતરના ઊંડાણમાં અનુભૂતિ થઈ કે અહીં અમને ચોક્કસ દિશાસૂચન મળશે. અભ્યાસ અંગેની વાતચીત કરી તરત જ એમણે કહ્યું કે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે બોર્ડની પરીક્ષા પાસ કરવી જરૂરી નથી. અમદાવાદમાં જ SNDT યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ છે ત્યાં એવી જોગવાઈ છે. આપ માત્ર એક પ્રવેશ પરીક્ષા આપી કૉલેજમાં એડમિશન મેળવી સ્નાતક-અનુસ્નાતકની પરીક્ષા આપી શકશો. આ સાંભળતાં જ અનૌપચારિક પરિચયની પ્રથમ પળોમાં જ અમારો આત્મા પ્રસન્ન અને પુલકિત બની ગયો. પ્રથમ પરિચયમાં જ એ વિરલ વ્યક્તિત્વ અંતરમાં આશાનાં કિરણો પ્રસરાવી ગયું કે ભવિષ્યમાં પીએચ.ડી. કરવું હોય તો કુમારપાળભાઈના માર્ગદર્શન હેઠળ જ કરવું .
પછી તો એક વિદ્યાર્થિની તરીકે કૉલેજકાળના અભ્યાસ દરમ્યાન જ્યારે અભ્યાસમાં મૂંઝવણ થતી ત્યારે ક્યારેક માર્ગદર્શન મળતું રહ્યું. સતત પ્રવૃત્તિઓ વચ્ચે વ્યસ્ત હોવા છતાં ક્યારેય ઉપેક્ષા દાખવી નથી એ જ એમની મહાનતા છે. પ્રથમ પરિચયમાં સ્પર્શલ નિખાલસતા અને સરળતા વધુ ગાઢ બનતી ગઈ.
એમ.એ. પાસ કર્યા બાદ મનમાં સેવેલ સ્વપ્ન સાકાર કરવા માટે મન થનગની રહ્યું હતું. છતાં ક્ષણ – બે ક્ષણ માટે મનમાં વિકલ્પ ઊઠતો કે મારી ભાવનાને ન્યાય મળશે ખરો? એ જ અવઢવમાં કુમારપાળભાઈને જાણ કરી કે એમ એનું રિઝલ્ટ આવી ગયું છે. હવે આપની પાસે પીએચ.ડી. કરવાની ઇચ્છા છે. અમારા આશ્ચર્યની અવધિ સાથે સાહેબે પ્રત્યુત્તર પાઠવ્યો કે હું આપને રૂબરૂ મળવા આવીશ અને પીએચ.ડી. અંગે વાત કરીશું. તે સમયે અમે ચાતુર્માસ અર્થે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ધર્મયુગ ફ્લેટમાં હતાં. એક દિવસ મંગલ મધ્યા કુમારપાળભાઈ અમારી પાસે આવ્યા. ખૂબ સાહજિકતાથી પીએચ.ડી. અંગેની ચર્ચા થઈ. સ્મિતવદને એમણે માર્ગદર્શક તરીકેની સંમતિ આપી. તે સમયના અંતરના આનંદને વર્ણવવા માટે શબ્દો જાણે ખૂટી ગયા છે. કાર્ય પ્રારંભ કરવાનાં શ્રીગણેશ માટે જરૂરી માર્ગદર્શન મળી ગયું.
કુમારપાળભાઈના વ્યાપક અને વિવિધ અભ્યાસક્ષેત્ર તથા વિશાળ વિચારજગતના કારણે વિષય-પસંદગીની કાંટાળી કેડી પણ અમારા માટે સરળ સોપાન સમી બની ગઈ અને નવતત્ત્વના પ્રાચીન બાલાવબોધ પર પસંદગી ઉતારી. કારણ કે સરળ લાગતા નવતત્ત્વના ઊંડાણમાં જેમ જેમ ઊતરતા જઈએ તેમ તેમ તેની વ્યાપકતા, ગહનતાનો અનુભવ થતો જાય છે. આજનું ભૌતિક વિજ્ઞાન હોય કે ટેક્નોલોજી, આત્મા હોય કે પરમાત્મા, ચેતન હોય કે અચેતન – દરેક વિદ્યાઓનો સમાવેશ નવતત્ત્વમાં થતો જોવા મળે છે. અણુની સૂક્ષ્મતા ઉપરાંત તેની સંહારકતાનો પરિચય પણ તેમાં મળે છે.
સુખ-દુઃખ, શાંતિ અશાંતિ, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે રાત-દિવસ માનવના મનનો
486
વિદ્યાક્ષેત્રના માર્ગદર્શક