SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ મોંધી મિરાત વિનૉદ અધ્વર્યુ ‘‘કુમારપ દેસાઈને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા તેથી એ ખ્યાતનામ થતા નથી. પણ ખ્યાતનામ હોવાથી તેમને આ અલંકરણથી નવાજવામાં આવ્યા છે.’’ ભલે. આનંદની વાત છે. “કુમારપાળ આપણા સંસ્કૃતિ-પ્રસારક પ્રતિનિધિ સમા વિશ્વવ્યાપી છે.’” બરાબર છે. “કુમારપાળ એમની અનેકવિધ પ્રશસ્ય પુરુષાર્થી પ્રવૃત્તિઓને કારણે આપણા ‘સન્માન્ય’ જ નહીં પણ બહુસન્માનિત વ્યક્તિવિશેષ ગણાય.' ઉચિત છે. આપણને એનું ગૌરવ પણ થાય એ સ્વાભાવિક છે. “કુમારપાળ દેસાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષણ, સંસ્થા-સંચાલન, ૨મતગમત એવી અનેકક્ષેત્રીય તજ્ઞતા અને યશસ્વી કાર્યદક્ષતા વિવિધ દૃષ્ટિએ કીર્તિમાનોને પાત્ર લેખાઈ છે.’’ – નિર્વિવાદ હકીકત છે. – અને હજી આવાં વિધાનો ઉમેરી શકાય. આ બધાં યથાર્થ છે એ તો લોકસ્વીકૃત હકીકત છે. પદ્મશ્રી-સન્માન પણ એ જ સ્વીકૃતિ પર ઉમેરાતી મહોર છે. પણ માફ કરજો... સહેજ અંગત રીતે કહું ? આ બધું જ આનંદપ્રદ અને અભિનંદનીય છે. પણ અંગત રીતે મારે મન કુમારપાળનું જે સૌથી મૂલ્યવાન પાસું છે તે સ્નેહાળ સ્વજનનું ! તુલસીદાસજી કહે છે તેમ હેતુરહિત અનુરાગ'નો – નિર્વ્યાજ 276
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy