________________
હું કાર્ટુનિસ્ટ નથી, હોઉં તો આપણા આ સવાઈનું ચિત્ર આવું દોરું પગમાં બે સ્કેટિંગ બૂટ, બે હાથમાં બે પાંખો, બે બગલથેલા, એકમાં જૈન સાહિત્ય અને બીજામાં ગુજરાતી સાહિત્ય, ગળામાં ક્રિકેટનું બૅટ, સાફામાં વચ્ચે વિશ્વકોશ અને ઉપર એક પક્વ, મોઢામાંથી ઝરતાં ફૂલ અને આંખોમાંથી વરસતો પ્રેમ... પ્રેમ...!! અને હૃદયમાંથી નીકળતી કલમ...
આ સવાઈની દીર્ઘ સમજ તો એવી કે દોઢેક દાયકા પહેલાં અમારાં ગીતાબહેને અખિલ ભારતીય જૈન પત્રકાર સંમેલન યોજવાનું સ્વપ્ન સેવ્યું. એમણે મહેનત કરી. દિલેરદિલી બીજા કુમારપાળ શાહે ધંધુકામાં ત્રણ દિવસ માટે બધાં – લગભગ સોએક જેટલા પત્રકારો માટે બાદશાહી સગવડ કરી, કુમારપાળ મને કહે, “આ સંઘ શેત્રુંજય નહીં પહોંચે', દ્વારકાની જગ્યાએ શેત્રુજય શબ્દ વાપર્યો – “બહેનની મહેનત બહેનને જ પડશે.” અને બન્યું પણ એવું બંધારણ અને કારોબારીની રચનામાં, ધબાય નમઃ –Two intelligence persons never sit together – અને આ તો પાછા, બુદ્ધિશાળી કૉલમિસ્ટ અને કલમિસ્ટોનો શંભુમેળો ! બધાં કટારલેખકો તો ખરા જ! આ કટારલેખક શબ્દ કોણે શોધ્યો હશે?
જવા દો એ બધી વાતો. આપણી સરકારની ટોચે બિરાજે છે “કલામ’. કલમના કસબીને કમળ (પબ) આપે એ કંઈ કમાલ નથી, પણ કર્તવ્યનિષ્ઠાની પૂરી કદર છે.
આવો પદ્મ આપીને, આપણા આ સવાઈમાં પ્રગટેલી પધ” અને “શ્વેત' વેશ્યાનું આપણને દર્શન કરાવ્યું છે, એ આપણા માટે ઓચ્છવનો પ્રસંગ છે.
પણ, આપણા આ તો, અવધૂ આનંદઘનના અનુરાગી, એ હુજૂરને પામવાની તાલાવેલીવાળા; એમને હાજર સાથે શું લેવા દેવા ?
હવે એમનો હુજૂર એમનામાં હાજર થાય એ જ શુભેચ્છા ! ત્યારે સવાઈ અને કુમારપાળ બંનેનો છેદ ઊડી જશે. આપણા “આ એ પંથના જ પ્રવાસી છે! ઋતંભરા પ્રજ્ઞા ત્યાં બિરાજતી હશે.
275 ધનવંત શાહ