________________
મે જેવા જોયા, જાણ્યા અને માણ્યા નખશિખ ભારતીય
કુમારપાળભાઈનું નામ તો ખૂબ સાંભળેલું. તેમના લેખો વાંચવાનું પણ પ્રસંગોપાત્ત બનતું. કોઈ ને કોઈ કાર્ય નિમિત્તે તેઓને અલપ-ઝલપ મળવાનું પણ થયા કરતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભથી ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી મારે સિન્ડિકેટ સભ્ય તરીકે સેવાઓ આપવાનું બન્યું હતું, તે સમયે પણ વિદ્યાજગતમાં તેમનું નામ ભારે આદરથી લેવાતું અનુભવેલું. યુનિવર્સિટીમાં ચાલતી શ્રી નાનજી કાળીદાસ વ્યાખ્યાનમાળામાં તેમણે અત્યંત મનનીય પ્રવચન આપેલું. પછી તો અમે અહીં યુનિવર્સિટીમાં શ્રી દીપચંદભાઈ ગાર્ડીના અનુદાનથી ભાષાસાહિત્યભવનમાં રક્ષ્મણીબહેન દીપચંદભાઈ ગાર્ડ ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાનમાં જેન એકેડમીનો પ્રારંભ કર્યો એટલે એની કમિટીમાં તેઓ હોવાથી પણ સતત મળવાનું થયા કરતું.
ત્યારે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતનો કાર્યવાહક (જનરલ સેક્રેટરી) હતો. તેઓ મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કામગીરીની નિકટતા અને પ્રતિબદ્ધતાથી પરિચિત હોવા છતાં ક્યારેય છોછ રાખ્યા વગર છૂટથી નિરાંતે મળતા અને મિત્રતા રાખતા હતા. તેમનું આ પારદર્શી વલણ ખૂબ જ સ્પર્શી ગયેલું. એક દાયકા અગાઉ અમદાવાદના સંસ્કારધામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘશિક્ષા વર્ગોના સમારોહ પ્રસંગે તેમને અતિથિવક્તા તરીકે નિમંત્રવાનું નક્કી થયેલું ત્યારે ખૂબ જ રાજી થયેલો. પણ ખરો રાજીપો તો જ્યારે
પ્રવીણભાઈ . મણિયાર
196