________________
રીતે બિરદાવાતી રહી છે. ચરિત્ર અને બાળસાહિત્યનાં તેમનાં પુસ્તકોને ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હીની NCERTનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે. ગુજરાત યુનિવર્સિટી તરફથી સંશોધન માટેનો ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક તેમને બે વાર મળેલ છે. ઉપરાંત ઈંટ અને ઇમારત', રમતનું મેદાન વગેરે કૉલમોને એવોર્ડ મળેલા છે. ગુજરાતના સામાજિક અને સાંસ્કારિક ક્ષેત્રના શ્રેષ્ઠ કાર્યકર તરીકે અને આદર્શ યુવાન તરીકે તેમને ગુજરાત અને ભારતની તેમજ પરદેશની અનેક સંસ્થાઓએ સમ્માનિત કર્યા છે. આ સિવાય પણ દેશીવિદેશી જન સંસ્થાઓ તરફથી પણ તેમને જેન-રત્ન' જેવા દુર્લભ એવૉર્ડ એનાયત થયા છે. ગુજરાતમાં સૌથી વધુ એવૉર્ડો કે પારિતોષિકો પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવે તો અનેક ક્ષેત્રમાં વ્યાપેલી તેમની પ્રવૃત્તિને કારણે કુમારપાળનો નંબર કદાચ પહેલો આવે અને તે માટે તેમને વધુ એક એવૉર્ડ એનાયત થાય એવું બને !
જયભિખુ પ્રભાવક શૈલીના લેખક હતા. પણ તેમનામાં સબળ વક્નત્વશક્તિ નહોતી. પોતાની આ ઊણપ પુત્ર પૂરી કરે એવી તેમની ઇચ્છા હતી. કુમારપાળે ઉત્તમ અને પ્રભાવક વસ્તૃત્વશક્તિ કેળવીને પિતાની એ ઇચ્છા પૂરી કરી છે.
કોઈ પૂછે, “કુમારપાળની આ સિદ્ધિઓ અને સફળતાનું કારણ શું?” કર્તવ્યનિષ્ઠા, પારદર્શક વ્યવહાર અને સમભાવશીલ વર્તન, નાનામાં નાના માણસ પાસેથી શીખવામાં શરમ નહીં, ધ્યેયપ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી મથ્યા રહેવું – તે બાબતોને ગણાવી શકાય. પ્રેમ અને પરિશ્રમ તેમનાં ચારિત્ર્યનાં ધુવબિંદુઓ છે. ધીરગંભીર નમ્ર સ્વભાવના કુમારપાળ હંમેશાં લો પ્રોફાઇલમાં કામ કરે છે. બીજી મહત્ત્વની વાત એ કે તે સમયના તીવ્ર ભાન સાથે કામ કરે છે. કોઈને પણ જરૂર કરતાં એક પણ ક્ષણ વધુ ન આપે. કસ્તૂરભાઈની માફક કુમારપાળ પણ સમયની કરકસર કરે છે. એક પળ પણ નકામી વેડફાય નહીં તે રીતે તેમનો દરરોજનો કાર્યક્રમ ગોઠવે છે. લેખન, વાચન, અધ્યયન, સભાઓ વગેરેનો કાર્યક્રમ ભરચક હોય. બહારગામ પણ વારંવાર જવાનું થાય. પણ બધું નિશ્ચિત સમયપત્રક મુજબ વ્યવસ્થિત ચાલે. એમ થતાં શિસ્ત અને સંયમનું પાલન આપોઆપ થઈ જાય.
એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે. આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી તેનું સૌને સાનંદાશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કારસેવક ગુજરાતનું કીમતી રત્ન છે. સાહિત્ય અને સંસ્કારને ક્ષેત્રે તેઓ હજુ વિશેષ ઉન્નતિ સાધે એવી શુભકામના સાથે તેમને એનાયત થયેલ પદ્મશ્રીના ઇલકાબ બદલ હાર્દિક અભિનંદન આપતાં આનંદ થાય છે.
ભદ્રશીલ સંસ્કારસેવક