________________
સીરા કામના કરનારને બોલવું પડતું નથી. એનું કામ પોતે જ બોલે છે અને આમ શ્રી કુમારપાળભાઈનાં સર્જનો જ એમના નામની આહલેક પોકારે છે. એમના સર્જનની વિહારયાત્રા વાંચતાં જ “અધધધ ! ઓહો ! અદ્ભુત!’’ એવા શબ્દો સ્વાભાવિક સરી પડે છે. સામાન્ય રીતે ગુજરાતી પ્રજાને આવી બધી સાહિત્યની બાબતમાં ૨સ ઓછો રહે છે. એને તો બસ એનો ધંધો જ વહાલો. તો પછી શ્રી કુમારભાઈમાં આ બધું આવ્યું ક્યાંથી ? એમની જ્વલંત કારકિર્દીમાં પિતાશ્રી બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) અને માતુશ્રી જયાબહેનના સંસ્કારોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. પિતાશ્રીએ સાહિત્યના ક્ષેત્રે અમર ઈંટ મૂકી શિલાસ્થાપન કર્યું અને એ શિલા ઉપર પુત્રે ગગનચુંબી ઇમારતનું સર્જન કર્યું. અને દ૨૨ોજ એ ઇમારતનાં ચણતર ઊંચાં ઊંચાં થતાં જાય છે. આકાશને આંબીને એ ઇમારત ઊભી છે. ઈંટ અને ઇમારત’ની યશોગાથા પાંત્રીસ વર્ષથી ‘ગુજરાત સમાચાર'માં અખંડ દીપકની જ્યોત માફક ઝગમગી રહી છે. એ કૉલમથી ‘ગુજરાત સમાચાર’ ગૌરવવંતું બન્યું છે.
મહામૂલું સુવર્ણીપચ્છ
શ્રી કુમારભાઈની હરણફાળની પાછળ પૂરા નિર્વેદચંદ્રવિજયજી મ.સા. પરિવારનું યોગદાન રહેલું છે. ખાસ કરીને માતા અને પત્નીનું. માતાનો સ્નેહ કદી નિવૃત્ત થતો નથી અને માતાના આશીર્વાદ કદી કરમાતા નથી. મા એ તો જન્મદાત્રી, જીવનદાત્રી અને સંસ્કારદાત્રી છે. માતાએ આપેલો ઉપદેશ એ જગતના તમામ જ્ઞાનભંડારોના જ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે. મા એ જગતની સૌથી મોટી વિદ્યાપીઠ છે.
137