________________
અનોખું વ્યક્તિત્વ
લગભગ વીસેક વર્ષ પહેલાં અમારા સમાજના પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળામાં ડો. કુમારપાળને સાંભળ્યા ત્યારે જાણ્યું કે એ ફક્ત સાહિત્યકાર જ નહિ, ધર્મના અભ્યાસી પણ છે. ધર્મ - જૈન ધર્મ વિશેની એમની સૂઝ ખૂબ જ વ્યવહારુ અને સચોટ લાગી. પછી તો એમની સાથેનો સંબંધ વધતો જ ગયો.
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા અવારનવાર જવાના સંયોગો ઊભા થયા. ડો. કુમારપાળ પણ ત્યાં આવતા હતા એ જાણ્યું એટલે વિશેષ આનંદ થયો. શ્રીમદ્ રાજચંદ્ર જોડે સંકળાયેલી જુદી જુદી સંસ્થાઓમાં ડૉ. કુમારપાળ અવારનવાર આવે. એમના સ્વાધ્યાયોની એક ખાસિયત એ હતી કે તેઓ શ્રીમન્ના જીવનના એવા એવા પ્રસંગો દર વખતે કહેતા કે જે જાણવા ગમે, અને જે અત્યાર સુધી બીજેથી જાણવા મળ્યા ન હોય. છતાં આશ્ચર્ય તો એ થતું કે દર વખતે કોઈ ને કોઈ નવો જ પ્રસંગ એ કહેતા. છેલ્લે મહાત્મા ગાંધી અને શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના સ્વાધ્યાયમાં બધા શ્રોતાઓને ઘણી નવી વાતો જાણવાની મળી.
ખૂબીની વાત એ છે કે એમના સ્વાધ્યાય માટેના મુદ્દા એ અવશ્ય લખીને લાવતા, જેથી કોઈ મુદ્દો ધ્યાન બહાર ન જાય. એમના સ્વાધ્યાય પરથી એમ લાગ્યા વગર ન રહે કે એમણે જે તે વિષય વિશે અધ્ધરતાલ કહ્યું નથી. આટલી બધી પ્રવૃત્તિઓ હોવા છતાં જે વિષય સ્વાધ્યાય માટે કે તેનો તલસ્પર્શી
મણિલાલ 5. શાહ
188