________________
કરે એવી છે. જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ સમાજને અભિમુખ કરવામાં પુસ્તક ઉપકારક નીવડે એવું છે.
કુમારપાળના સમગ્ર ચરિત્રસાહિત્ય પર દષ્ટિપાત કરતાં ધ્યાનમાં આવશે કે તેમણે બધાં ચરિત્રો બાળકોને, તરુણોને કેન્દ્રમાં રાખી તેમને પ્રેરણા, પ્રોત્સાહન પૂરું પાડવાના મુખ્ય ઉદ્દેશથી લખ્યાં છે. બાળકો-કિશોરોને રસ પડે તે માટે ચરિત્રોમાં સુંદર રંગીન ચિત્રો પણ મૂકવામાં આવ્યાં છે. મોટા ભાગનાં ચરિત્રો આર્ટ પેપર પર કલાત્મક રીતે મુદ્રિત થયાં છે. એમનાં અંગ્રેજીમાં લખાયેલાં ચરિત્રપુસ્તકો આગવી ભાત પાડે છે. આમાં “Glory of Jainism', 'A Pinnacle of Spirituality', Tirthankara Mahavira' એ અંગ્રેજી પુસ્તકો મહત્ત્વનાં છે.
આ ચરિત્રો માત્ર બાહ્ય રૂપરંગમાં જ ઉત્તમ, શ્રેષ્ઠ છે એવું નથી. ચરિત્રોનું અંતરંગ પણ આફ્લાદક છે, આકર્ષક છે. લેખકની શૈલી સરળ, પ્રવાહી અને સચોટ છે. ચરિત્રોમાં પ્રસંગોનું પ્રમાણ વિશેષ હોવાથી રસપ્રદ બની શક્યાં છે. સાથે ચરિત્ર માટે જરૂરી વિગતો, માહિતી પણ તેમણે સંક્ષેપમાં આપી છે. માહિતી પ્રમાણભૂત હોય એ માટે તેમણે પૂરતી ચોકસાઈ રાખી છે અને ઠીક ઠીક જહેમત પણ ઉઠાવી છે. સમગ્ર ગુજરાતી ચરિત્રસાહિત્યમાં કુમારપાળનું પ્રદાન અનેક રીતે નોંધપાત્ર છે.
40 ચરિત્રસાહિત્યમાં પ્રદાન