________________
સર્જનકાર્ય આ ગ્રંથના પૃષ્ઠ પૃષ્ઠ પ્રતિબિંબિત થાય છે. આ પુસ્તકના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયા છે.
જયભિખ્ખએ લખેલી ભગવાન મલ્લિનાથની લઘુ પુસ્તિકામાં જરૂરી ઉમેરો કરી કુમારપાળે ૫૬ પૃષ્ઠની ચરિત્રકથા “ભગવાન મલ્લિનાથ' (૧૯૮૯) આપી છે. ભગવાન મલ્લિનાથ એ મૂળ રાજકુમારી મલ્લિકા હતા અને એમાંથી તેઓ તીર્થંકરપદે પહોંચ્યા તેની રસાવહ ભાષામાં રોચક રજૂઆત થઈ છે. ભગવાન મલ્લિનાથના જીવનની સમજ આપતું આ ઉલ્લેખનીય ચરિત્ર છે.
‘અંગૂઠે અમૃત વસે' (૧૯૯૨) ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગુરુ ગૌતમસ્વામીનું ચરિત્ર છે. સંસારી અને સાધક બંનેને માટે પ્રેરક અને માર્ગદર્શક એવા ગુરુ ગૌતમસ્વામીના જીવનપ્રસંગોને લેખકે પ્રવાહી અને રસપ્રદ શૈલીમાં આલેખ્યા છે. એની સાથોસાથ એમના ધર્મસંદેશને અને જૈનદર્શનને કથાના તાણાવાણામાં ગૂંથી લીધા છે. આર્ટ પેપરમાં અનેકરંગી ચિત્રો ધરાવતું આ જીવનચરિત્ર આવનારી પેઢીમાં સંસ્કારસિંચન કરે એવો આશય રાખવામાં આવ્યો
ઈ. સ. ૧૯૯૦માં “ભગવાન મહાવીર' નામક ચરિત્ર આપનાર કુમારપાળ ૨૦૦૪માં તીર્થકર મહાવીર' નામક બૃહ સચિત્ર ચરિત્ર આપે છે. ગ્રંથની પ્રસ્તાવનામાં લેખકે લખ્યું છે, તીર્થંકર પરમાત્મા મહાવીરના આવા ચરિત્રને આલેખવાની સાથોસાથ એમને વિશે સર્વ માહિતી સમાવતો આકર ગ્રંથ રચવાનો આ ઉપક્રમ છે. એક અર્થમાં કહીએ તો ભગવાન મહાવીર વિશે એન્સાઇક્લોપીડિયા સર્જવાની દિશાનો આ નમ્ર પ્રયાસ છે.” સુંદર રંગીન ચિત્રો સાથેનો આર્ટ પેપર પર સુંદર રીતે મુદ્રિત થયેલો આ ગ્રંથ ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સમજવા માટે ઉપયોગી છે.
- કુમારપાળે ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક “અપંગનાં ઓજસ' (૧૯૭૩) પણ આપ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં અને “અપાહિજ તન, અડિગ મન' નામે હિંદીમાં અનૂદિત થયું છે. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂ. મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટ લખી છે.
લેખકે આ પુસ્તકમાં શારીરિક મર્યાદાને સંકલ્પબળથી વટાવીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનારાઓનાં ચરિત્ર આપ્યાં છે. રમતગમતનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સફળતા સંપ્રાપ્ત કરનાર વ્યક્તિઓનાં જીવનને આલેખીને લેખકે વૈવિધ્ય પણ જાળવ્યું છે, અને સાથે પુરવાર પણ કર્યું છે કે અપંગ, અશક્ત માત્ર એક જ ક્ષેત્રે નહિ પણ પ્રત્યેક ક્ષેત્રે ઝળકી શકે છે. આ પુસ્તક પરાક્રમ, સાહસ અને મર્દાનગી પ્રતિ પ્રેરણા આપે એવું છે. શૈલી પ્રવાહી છે અને વાચકના દિલમાં ઝણઝણાટી પેદા
પ્રસાદ બ્રહ્મભટ્ટ