________________
હળવી દષ્ટિના ઉધાડનો ઉજાસ
કુમારપાળભાઈના અભિનંદન-ગ્રંથ માટે લેખ લખવા કલમ ઉપાડતાં જ સ્મરણ થયું – એક અજાણ્યાં બહેનનું, વિમાનમાં મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ બહેને કુમારભાઈના સંદર્ભે બોલેલ એ વાક્યનું. સાથે પ્રવાસ કરવાનો થાય તો વાતચીત સ્વાભાવિકપણે જ આકાર લેતી જતી હોય છે. એક વખતના મારા આવા પ્રવાસ દરમિયાન મારી પાસેની સીટ ઉપર બેઠેલ એ સન્નારીની સાથે વાતચીતનો દોર શરૂ થયો. પરિચય વધતો ચાલ્યો. હું ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં કામ કરું છું તે જાણ્યા બાદ તેઓ બોલ્યાં, “કુમારપાળ દેસાઈને તમે ઓળખો?”
મેં કહ્યું, “હા, ખૂબ સારી રીતે. તેઓ મારા મિત્ર છે. ડીન અને ડાયરેક્ટર પણ ખરા.”
તેઓ બોલ્યા, “તમે મને તેમની સાથે એક મુલાકાત ગોઠવી આપી શકો ?”
મેં સહજતાથી કહ્યું, “ચોક્કસ; કેમ નહીં ?”
વાતોનો વિષય બદલાતો ચાલ્યો. છૂટા પડતાં તેમણે સંદર્ભ વગર અચાનક કહ્યું, “તમે મને કુમારપાળની સાથે મેળવી આપશોને ?”
ડૉ. રંજ ના હરીશ
“હા.” “ચોક્કસ?”... હા હા જરૂર, ચોક્કસ.”
329