________________
જ
..
બહુમુખી
પ્રતિભા
ભાઈ કુમારપાળના પિતાશ્રી સ્વ. બાલાભાઈ દેસાઈના મિત્રોમાંના એક તરીકે હોવાનું ભાગ્ય મને મળ્યું હતું. સંબંધનું બીજ તો ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયમાં વવાયું હતું. અમદાવાદના સાત અક્ષરજ્ઞોની બેઠક આ કાર્યાલયમાં અવારનવાર થતી હતી, જેમાં ઉંમરે નાનો કહી શકાય એવો હું હતો. કાર્યાલય તરફથી મારાં પણ પુસ્તકોનું પ્રકાશન થતું એટલે એના “શારદા મુદ્રણાલય'માં પણ અવારનવાર જવાનું થતું. શ્રી બાલાભાઈ આ મુદ્રણાલયના સંચાલક હતા એટલે એમની સાથેની મુલાકાત સ્વાભાવિક હતી. મારી ૧૯૩૭ના એપ્રિલ માસથી સંશોધક તરીકેની સેવા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(આજની ગુજરાત વિદ્યાસભા)માં શરૂ થયેલી. છ વાગ્યે ત્યાંથી નીકળી માણેકચોક શાક માર્કેટમાં શાક લેવા જવાનો અને ગાંધીને ત્યાંની વસ્તુઓ ખરીદવાનો ક્રમ હતો. એ સાથે ગાંધીમાર્ગ ઉપર માણેકચોકના પ્રવેશમાર્ગ સામે જ મુદ્રણાલય હોવાથી મુદ્રણાલયના દ્વાર પાસે મારી સાઇકલ મૂકી શ્રી બાલાભાઈ પાસે પાંચેક કલાક બેસવાનો ક્રમ હતો. બંને સૌરાષ્ટ્રના અને સૂડી-સોપારીના શોખીન એટલે એમના હાથમાંથી સૂડી સોપારી લઈ, સોપારીનો ભૂકો કરી સામસામે ખાવાનું ચાલુ હોય.
મારા નાના ભાઈ જેવા શ્રી બાલાભાઈ દેસાઈ, વિખ્યાત સાહિત્યકાર “જયભિખ્ખું આજે હયાત નથી. આવા સર્જક સારસ્વતના પુત્ર (પ્રો. ડૉ.) કુમારપાળને ગળથુથીમાં પિતાનો વારસો મળ્યો છે.
છે. કા. શાસ્ત્રી.