________________
એમણે એમનું પહેલું સર્જનઃ કાલ્પનિક ક્રાંતિવીરની વાર્તા પોતાના ૧૧મા વર્ષે લખી ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં છપાવેલું. બેશક, ભાઈ કુમારપાળનો સંપર્ક હજી થયો ન હતો, એનો આરંભ તો ૧૯૬૩માં બી.એ. ઉત્તીર્ણ થઈ એમ.એ.ના વર્ગ ગુજરાત યુનિવર્સિટીના ચાલુ હતા એમાં અભ્યાસ માટે જોડાયા ત્યારે થયો, પણ એક સર્જક તરીકે નહિ, એક વિદ્યાર્થી તરીકે, બે વર્ષ માટે. ૧૯૬૫માં એમ.એ. થયા. ૧૯૬૯માં પિતાજી સ્વર્ગસ્થ થયા. આ પૂર્વે ૧૯૬૪-૬૫ના વર્ષમાં અમારી “એચ. કે. આર્ટ્સ કૉલેજમાં એક વર્ષ ફેલોશિપ કરી અમારી કૉલેજને યશની અધિકારી બનાવી અને ૧૯૬૫માં એમ.એ. થતાં જ મારા આત્મીય શિષ્ય આચાર્ય હતા એ નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ૧૯૮૩ સુધી પ્રોફેસર તરીકે સેવા આપી. દરમ્યાન પ્રો. ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન' શોધનિબંધ તૈયાર કરી ૧૯૮૦માં ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી. થયા. શોધનિબંધ તૈયાર કરતા હતા ત્યારે આનંદઘન વિશે હું કાંઈ માહિતી આપી શકું એવી આશાએ મને મળવા આવ્યા. આનંદઘનની જૈન સાહિત્યસેવા વિશે મને ખાસ ખ્યાલ નહોતો, પરંતુ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ગવાતાં, અષ્ટછાપના ધુરંધર કવિઓ તેમજ પછીનાં પણ મહત્ત્વનાં રચેલાં, પદો ગવાય છે એઓમાં આનંદઘનનાં પદો પણ ગવાય છે એની માહિતી આપી. આ રીતે અમારા બેઉનો સંપર્ક શરૂ થયો. - સ્વ. બાલાભાઈ સાથેના સંબંધનો એમને ખ્યાલ હતો જ એટલે એ નિઃસંકોચ રાતે ૯-૦૦થી ૧૦-૦૦ સુધીના એક કલાક માટે મારે ત્યાં આવતા થયા. એમની તીવ્ર સંશોધન-શક્તિનો ત્યારે મને અનુભવ થયો. ચાર મહિનામાં એમનો પહેલો ડ્રાફટ વાંચવાનો મને લાભ મળ્યો. આને કારણે મારા હૃદયમાં મને જ માત્ર નહિ, પરંતુ મારાં પત્નીને પણ વાત્સલ્યભાવ વિકસિત થયો. ૧૯૮૩માં ફેબ્રુઆરીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં એમની નિયુક્તિ થઈ ત્યારથી સંપર્ક ઘનિષ્ઠ થતો ચાલ્યો. સદ્ભાગ્યે ગુજરાત સાહિત્ય સભાના એ સભ્ય હતા અને એ કારણે સંપર્ક ગાઢ થતો ચાલ્યો, જ્યાં એમની એક મંત્રી તરીકે નિયુક્તિ થઈ. આજે એઓ ત્રણ મંત્રીઓમાંના સક્રિય મંત્રી છે. વધુ લંબાવતો નથી. મારે એક જ પ્રસંગ નોંધવો છે.
ગુજરાત સાહિત્ય પરિષદમાં ૧૯૮૩માં મારી પ્રમુખસ્થાન ઉપર બિનહરીફ પસંદગી થઈ. પાછું ખેંચવાની મુદતને પણ પૂરી થયાના આઠ દિવસ પણ વીતી ગયા. અચાનક એક મઘા પ્રો. ઉમાશંકર જોશી મારે ત્યાં આવ્યા અને પ્રો.યશવંતભાઈ શુક્લના લાભમાં ખસી જવા વિનંતી કરી. વિચારવા મેં ૨૪ કલાક માગી લીધા. બીજે દિવસે મધ્યાહ્ન સમયે એઓ આવ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોવાને કારણે “ગના િસર્વત્ર અને હત્યાન્ય સર્વથા પ્રકારનો સ્વભાવ સ્વ. પિતાજી તરફથી બંને ભાઈઓને વારસામાં મળેલ હોઈ મેં કહ્યું કે “ખુશીથી ખસી જાઉં છું. બોલો અહીં પ્રો. યશવંતભાઈને લઈ આવશો યા તમારે ત્યાં મળિયે ?” એમણે કહ્યું કે “પ્રો. યશવંતભાઈને ત્યાં
બહુમુખી પ્રતિભા