________________
તા
'
તેજસ્વી
તારલો
૨૧. બાલાભાઈ દેસાઈ – જયભિખ્ખું–ના પનોતા પુત્ર એટલે શ્રી કુમારપાળ દેસાઈ, જેઓને પિતાએ સંપત્તિ વારસો કશો જ આપ્યો નહોતો. રૂ. ૩૫૦ની નોટો તેમનાં પુસ્તકોમાંથી મળી હતી. તેને શુકનવંતી સમજી કુમારપાળે પિતાના સાહિત્ય અને સંસ્કારના વારસાનું જ મહત્ત્વ સમજી જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું. પ્રારબ્ધ અને પુરુષાર્થથી, માતાના આશીર્વાદથી સફળતાના શિખરો સર કર્યા. દેશ-પરદેશમાં વાણીનો અસ્મલિત ધોધ વહેવડાવ્યો. કલમનો જાદુ જનતા ઉપર પાથર્યો. અનેક એવોર્પો પ્રાપ્ત કરી તાજેતરમાં ભારત સરકારનો પદ્મશ્રી' ખિતાબ મેળવ્યો ત્યારે આ નાનકડા માનવીની વિરાટ શક્તિનો લોકોને ખ્યાલ આવ્યો.
૨૭ વર્ષની યુવાન વયમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતા જયાબહેને એમના લાડકા પુત્રના ઉછેરમાં માતાપિતા બંનેનું કાર્ય સંભાળી ખારપૂર્વક જતન કર્યું અને આઝાદીના લડવૈયા તરીકે પ્રેરણાના પીયૂષ પાયાં. કુમારપાળમાં સુસંસ્કારોનું સિંચન કર્યું. જે તેમણે લેખિની દ્વારા જનતાને ચરણે ધર્યું.
ગાંધીવાદી વિચારસરણી ધરાવતાં પૂ. જયાબાએ પુત્રવધૂ પ્રતિમાને આંગણામાં પુત્રી તરીકે પ્રવેશ કરાવી પ્રેમાળ પરિવારમાં પુત્રીનું સ્થાન આપી ગૃહસંસારને મઘમઘતો રાખ્યો.
ખાનદાની અને ખુમારી તો જયભિખુએ અને માતા જયાબહેને કુમારપાળને ગળથુથીમાં જ પાઈ છે. પિતાના નામથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાને
મનભાઈ શેઠ
362