________________
કાર્ય કરતા શ્રી કુમારપાળભાઈ સાચા અર્થમાં કર્મયોગી છે. તેમને આટલી બધી પ્રેરણા ક્યાંથી મળતી હશે? ભગવાન મહાવીરમાં અપાર શ્રદ્ધા છે. શ્રીમતી પ્રતિમાબહેનને મેં તેમના લખાણને વ્યવસ્થિત રીતે લખી આપતાં જોયાં છે. તેમનાં સંતાનો ખૂબ જ હોંશપૂર્વક પપ્પાજીના કાર્યમાં સાથ આપતા રહે છે. કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓના સાથ અને સહકાર પણ તેમને ભરપૂર મળે છે.
૬૨ વર્ષની ઉંમરે ૨૬ વર્ષના યુવાનની જેમ અનેકવિધ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેનાર એવી આ વ્યક્તિની મૈત્રી મને પ્રાપ્ત થઈ તેને હું પ્રભુની કૃપા માનું છું. હું તેઓને – તેમનાથી મોટો હોવા છતાંય – તેમની સાહિત્યકાર, પત્રકાર, જૈન ધર્મના ઊંડા અભ્યાસી, વિવિધ વિષયો પર અસરકારકતાથી કલમ ચલાવનાર, ઇતિહાસ, પત્રકારત્વ, ખેલજગત, બાળસાહિત્ય, નવલિકાઓ જેવાં વિવિધ ક્ષેત્રોમાં સંપૂર્ણ ન્યાય આપનાર એવા શ્રી કુમારપાળ દેસાઈને વંદન કરું છું.
સાહિત્યજગત હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, તેઓ વાદવિવાદ, હોંસાતોંસી અને ટાંટિયા ખેંચથી હંમેશાં અલિપ્ત રહ્યા છે. રાજકારણ કદી પણ તેમને સ્પર્શી શકેલ નથી.
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થયેલા પદ્મશ્રી'ના એવૉર્ડ માટે અંતરથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આવી રીતે સફળતાનાં વધુ ને વધુ શિખરો સર કરતા રહે તેવી, અમારા સૌની ખૂબ ખૂબ શુભકામનાઓ.
355 મહાસુખભાઈ કામદાર