SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ મેળવવાનું કાર્ય પાર પાડતા આવ્યા છે. પોતે એટલા સ્વમાની કે કદી પણ પોતાના પ્રતિભાશાળી ગૌરવવંત પિતાશ્રી જયભિખ્ખના નામનો ઉપયોગ કર્યો નથી. તેમના થકી જુદા જુદા વિષયોના કેટલાય મહાનુભાવો અને સાહિત્યપ્રેમી મોભીઓનો પરિચય થયો. એમના જીવનની એક મોટામાં મોટી વાત મને હરહંમેશ સ્પર્શી ગયેલ છે કે નાના-મોટાના ભેદભાવ રાખ્યા વગર જે કોઈ આંગણે આવે તેને સસ્મિત આવકારે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સારા, ઉમદા કાર્ય માટે આમંત્રણ આપવા આવે ત્યારે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જ્યાં જવાનું હોય ત્યાં પહોંચી જાય. બાળકો પ્રત્યેની લાગણીથી પ્રેરાઈને તેઓએ બાળસાહિત્યનું સર્જન કર્યું. બાળકોની રુચિનો પૂરો ખ્યાલ રાખી તેવા વિષયો પસંદ કરી બાળકોમાં સંસ્કારસિંચન થાય તેવા સાહિત્યનું વિપુલ સર્જન કર્યું. પોતાના ધર્મને સારી રીતે સમજી શકે તે માટે ખાસ તો યુવાવર્ગ માટે સારાં પુસ્તકોનાં ઇંગ્લિશમાં ભાષાંતર કર્યા. કુમારપાળભાઈએ મહાનિબંધ લખ્યો, પીએચ.ડી. થયા. જુદી જુદી હસ્તપ્રતોનું સંશોધન અને તેનો અભ્યાસ કરી એનું શાસ્ત્રીય રીતે સંપાદન કર્યું. અનેક નામી વિદ્વાનોની પ્રશંસા પણ મેળવી. આવાં અનેક કાર્યો દ્વારા તેઓ માનના અધિકારી બન્યા. અનેક ચંદ્રકો અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા. ભગવાન મહાવીર પર મહાવીર-જીવનદર્શન’ જેવો અત્યંત મૂલ્યવાન ગ્રંથ તેમણે લખ્યો છે. ધર્મનું ખૂબ જ ઊંડું જ્ઞાન - તત્ત્વજ્ઞાન વગેરેમાનો સંપૂર્ણ અભ્યાસ કરી જનતાના લાભાર્થે લખાણ લખ્યાં. વ્યાખ્યાનો દ્વારા સમાજમાં ખૂબ જ પ્રચાર અને પ્રસાર કર્યો. લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાનો તેમનો પરિશ્રમ દાદ માગે તેવો છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં જૈન ધર્મના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે તેમનું “સ્ટૉરિઝ ફ્રોમ જેનિઝમ” પુસ્તક ચાલે છે, જ્યારે એમનું તીર્થંકર મહાવીર' નામનું અંગ્રેજીમાં લખાયેલું સચિત્ર ચરિત્ર ભગવાન મહાવીર વિશેનું સર્વોત્કૃષ્ટ ચરિત્ર ગણાયું છે. આ ઉપરાંત છેલ્લાં પંદરેક વર્ષોથી નિયમિતપણે વિદેશોમાં પર્યુષણ દરમ્યાન અનેક વ્યાખ્યાનો દ્વારા જેનદર્શનનો પ્રસાર કરવામાં તેઓનો મુખ્ય ફાળો છે. પર્યુષણ દરમ્યાન તેઓ અચૂકપણે પરદેશમાં હોવાથી વ્યાખ્યાનમાળા યોજતા અમારા જેવા અનેક યોજકોને ખૂબ જ ગેરલાભ થાય છે. અત્યાર સુધીમાં તેમને અનેક પુરસ્કારોથી નવાજવામાં આવેલ છે. તેમનું લેખનકાર્ય અવિરતપણે ચાલતું રહે છે. અનેક વર્તમાનપત્રોમાં જુદા જુદા વિષયો પર તેમની કૉલમ આવતી હોય છે. રમતગમત ઉપરની તેમની કટાર પણ એટલી જ લોકપ્રિય થઈ છે. ક્રિકેટ અને અન્ય રમતોનું તેમનું તલસ્પર્શી જ્ઞાન આશ્ચર્ય પમાડે તેવું છે. અનેક પ્રવૃત્તિઓમાં રત હોવા છતાંય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને તેઓ ક્યારેય ભૂલતા નથી. અનેક જુદાં જુદાં ક્ષેત્રોના અવિરતપણે 354 સાચા અર્થમાં કર્મયોગી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy