________________
કુમારભાઈ જેટલી ત્વરિતતાથી મદદ કરે, એટલી ત્વરિતતાથી એ ભૂલી જાય ! આજના સ્વાર્થપરાયણ સમયમાં આવા નિસ્પૃહી મિત્રો હોય, તે કેટલું મોટું ધનભાગ્ય!
જાન્યુઆરી ૨૦૦૪માં સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો એવૉર્ડ તથા રૂ. ૧૦,૦૦૦નું પારિતોષિક તેમને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર શ્રી અંશુમાન ગાયકવાડના હાથે આપવામાં આવ્યાં ત્યારે એ પારિતોષિકમાં રૂપિયા એક હજાર ઉમેરીને સંસ્થાને પરત કર્યા તે વખતે શ્રી ગાયકવાડે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટરો આવું કરે તો કેટલો લાભ થાય?”
કુમારપાળભાઈને શ્રી નાનુભાઈ સુરતી ફાઉન્ડેશનનો સાંસ્કૃતિક ગૌરવ એવૉર્ડ તથા શ્રી નાનુભાઈ સુરતી મિલેનિયમ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. રમતગમતના સમીક્ષકોને તથા ખેલકૂદના વિજેતા સ્પર્ધકોને પારિતોષિકો આપી તેમને પ્રોત્સાહિત કરવાની યોજના શરૂ કરતાં પહેલાં શ્રી નાનુભાઈ સુરતીએ કુમારપાળ સાથે ચર્ચાવિચારણા પણ કરી હતી અને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમણે માનવતાને ઉજાગર કરે તેવા ઘણા પ્રસંગોનું આલેખન તેમનાં પુસ્તકો અને કૉલમોમાં કરી અનેકને માનવતાનાં કાર્યો કરવા પ્રેર્યા છે.
તેમને પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે એથી મને ઘણો જ આનંદ થયો. યોગ્ય વ્યક્તિને યોગ્ય ખિતાબ મળે એનાથી રૂડું શું ? મારાં તેમને હાર્દિક અભિનંદન.
349
મુકુન્દ પી. શાહ