________________
અભ્યાસી છે. ગુજરાતમાં ક્રિકેટ પ્રેમીઓને રમત વિશે વિવિધ માહિતી પૂરી પાડવામાં તેમનો ફાળો અમૂલ્ય છે.
કાર્ય એ જ પ્રાર્થના છે એ સૂત્રને વરેલા પિતા-પુત્રની બેલડી જીવનમાં પણ સેવામંત્રને સદાય પ્રાધાન્ય આપતા રહ્યા છે. સ્વચ્છતા, સુદઢતા, સરળતા અને શાલીનતા એમના રોજિંદા સાથીઓ છે. મને એક વાતનો અફસોસ એ છે કે હું જ્યારે મુંબઈ હતી ત્યારે બાલાભાઈએ ખાસ આગ્રહ કરી મને મજાદર દુલાભાઈ કાગને ત્યાં આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુંબઈના વ્યસ્ત જીવન પછી અમદાવાદનું આકર્ષણ એવું હતું કે હું અમદાવાદમાં આવી અને મજાદર ન ગઈ. મારા જેટલો જ રંજ એમને રહ્યો. તેની વાતો તેઓ અનેક વાર કરતાં અને મારી ગેરહાજરીની નોંધ અંગે દિલસોજી વ્યક્ત કરતા. બાલાભાઈનું અવસાન અને એમની આખરી છબી આજે પણ તાદૃશ્ય છે. એમના જેવા આપ્તજન ગુમાવ્યા એનો ખાલીપો છે તો પુત્રરત્ન વારસામાં આપી એમણે એ ખોટ પૂરી કરી છે. ભાઈ કુમારપાળ કોઈ પણ એવોર્ડથી ફુલાઈ જતા નથી કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થતાં દુઃખી થતા નથી. પણ એમને જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી આપ્તજન અતિ આનંદ અનુભવે છે. ગુણકારી વ્યક્તિની પ્રતિષ્ઠા થવી જ જોઈએ. તો જ રત્ન જળવાઈ રહે. ભાઈ કુમારપાળ – આવું જ એક રત્ન ગુજરાતને સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા અર્થે પ્રાપ્ત થયું છે.
બેલડી : પિતા-પુત્રની