SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પચાવીને આનંદભેર જીવવાનો કીમિયો, નબળા માટે અનુકંપા વગેરે – ડૉ. કુમારપાળ દેસાઈમાં આવા જે સદ્ગુણો આપણને જોવા મળે છે તે તેમને માતૃચરણેથી પ્રાપ્ત થયા છે. પિતાશ્રી બાલાભાઈ દેસાઈ – ઉપનામ જયભિખ્ખએ સમગ્ર જીવનમાં અને સાહિત્યસર્જનમાં મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈની અવિચળ ઉપાસના કરી હતી. કુમારપાળભાઈમાં પણ જીવન અને સર્જનમાં આપણને ભારોભાર મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈનો જે રણકાર જોવા મળે છે તે તેમના પૂ. પિતાશ્રીનો અદ્ભુત વારસો છે. લગ્નજીવનની શરૂઆત, આર્થિક સ્થિતિ બહુ સાધારણ છતાંય અમદાવાદના શહેરી જીવનના ખર્ચામાંય શ્રી જયભિખ્ખની એવી પ્રતિજ્ઞા કે મારે પિતૃક સંપત્તિ બિલકુલ લેવી નહિ અને નોકરી કદી કરવી નહિ. પિતૃક સંપત્તિ નહિ લેવાની વાતમાંય પતિને શ્રી જયાબહેનનો સંપૂર્ણ સહકાર મળે છે – કેવી આદર્શ ભારતીય નારી ! આમ પિતાની સહાયથી પણ દૂર રહેવાની અથવા તો પોતાના આત્મબળે જ આગળ વધવાની શ્રી જયભિખુની ખુમારી દાદ માગી લે તેવી છે. પિતાની એ જ ખુમારી શ્રી કુમારપાળમાં પણ અવતરણ પામેલી આ પ્રસંગમાં જોઈ શકાય છે : અગિયાર વર્ષની વયે કુમારપાળ દેસાઈ પોતાનો આરંભનો લેખ બાળ-સાપ્તાહિકના તંત્રીને મોકલે છે. પોતાના લેખની ગુણવત્તાને આધારે જ તે છપાય તો છપાય. પણ લેખકના પિતા તરીકે “જયભિખ્ખનું પ્રતિષ્ઠિત નામ જોઈને તેમની અસરથી તે છપાવો ન જોઈએ, એવા વિચારથી પ્રેરાઈને શ્રી કુમારભાઈએ લેખક તરીકે માત્ર કુ. બા. દેસાઈ નામથી લખાણ મોકલાવ્યું. આ જોઈને સહેજે યાદ આવી જાય અને તુલના થઈ જાય કે પિતાના નામના સહારે – વિધાનસભાના અને લોકસભાના ઉમેદવાર બનવા માટે આજના રાજકારણમાં) સુપુત્રોની ચેષ્ટા – અવિરત ધમપછાડા ક્યાં અને આ સારસ્વતપુત્રની ચેષ્ટા ક્યાં! અખબારોમાં કૉલમલેખન ઉપરાંત, પોતાના કૉલેજના અભ્યાસકાળ દરમિયાન સાથે સાથે બાળસાહિત્ય તેમજ ઈ. સ. ૧૯૬૫થી ગ્રંથલેખન પણ કુમારપાળ શરૂ કરી દે છે. ત્યારના સ્મરણોમાં કુમારપાળભાઈ પાસેથી જાણવા મળે છે કે પોતાના જીવનઘડતરમાં અને સાહિત્યસર્જનમાં, સમર્થ પ્રતિભાઓ કે ગુરુવર્યો – શ્રી ઉમાશંકર જોશી, શ્રી નગીનદાસ પારેખ, શ્રી ધીરુભાઈ ઠાકર, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પત્રકાર વાસુદેવ મહેતા વગેરેની તેમના જીવન પર નોંધપાત્ર પ્રેરક અસરો પડેલી છે. તેઓનું સ્મરણ તેમને આજેય ભાવવિભોર બનાવે છે. - કુમારપાળભાઈના જીવનમાં ઘડતર અને ચણતરમાં શકવર્તી અસર કરનાર, જીવનના સહુથી અગત્યના પ્રસંગ પર હવે આપણે આવી પહોંચીએ છીએ. અગાઉ આપણે નોંધ તો કરી જ છે કે કુમારપાળના ઘડતરમાં માતાપિતાના જીવનમાંથી જે મળ્યું પરંતુ તેમના મૃત્યુપ્રસંગમાંથી પણ શ્રી કુમારપાળને ઘણું જીવનપાથેય મળ્યું છે. પોતાના પૂ. પિતાશ્રીના અવસાન-પ્રસંગને વર્ષો બાદ પણ સ્મૃતિમાં લાવતાં કુમારપાળ નોંધે 309 મલ્કચંદ ૨. શાહ (કામદાર)
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy