________________
પર ઈંટ મૂકીને કેવી રીતે ઘડતર કરેલું તેનો આ કૉલમમાં ડૉ. દેસાઈ આપણને સુપેરે પરિચય કરાવતા રહ્યા છે.
એવા કુમારપાળભાઈને પ્રસંગે મેં પ્રશ્ન કર્યો કે અન્ય પ્રતિભાઓની ઈંટ અને ઇમારતનો આપ વર્ષોથી પરિચય કરાવી રહ્યા છો પણ ખુદ તમારી ઈંટ-ઇમારતનો પરિચય ક્યારે કરાવશો ? જવાબમાં તેમનું મોહક, મધુર, આછું સ્મિત માત્ર. વાત ત્યાં જ અટકી ગઈ.
પણ મારો આ પ્રશ્ન હતો જ. તેમાં પ્રસંગ આવી ગયો. શ્રી કુમારપાળ દેસાઈ પદ્મશ્રીથી વિભૂષિત બન્યા માટે તેમનાં લેખક-સ્નેહીઓ તેમના માટે કાંઈ લેખ તૈયાર કરે તેવું નિમંત્રણ મળ્યું. મારા એ જ જીવંત પ્રશ્ન અંગે, આ લેખ નિમિત્તે વિશેષ વિગત મેળવવાનું જરૂરી બની ગયું અને તે માટે શ્રી કુમારભાઈનો સંપર્ક કરતાં, આવી પડેલા પ્રસંગ અંગેની પોતાની ફરજ સમજી, પોતાની ઈંટ-ઇમારત – જીવનઘડતર અંગે આધારભૂત માહિતી આપી જેથી અહીં તેની વિગત આપવાનું પણ શક્ય બન્યું છે.
તેમના સાંનિધ્યે
વ્યક્તિના જીવનઘડતરમાં બાલ્યવયમાં, પૂર્વભવના સંસ્કાર ઉપરાંત, સહુ પ્રથમ માતાપિતાના સંસ્કારોની તેમના જીવનની પણ મોટી છાપ પડે છે. આ વાત કુમારપાળભાઈના સંદર્ભમાં તો ઘણી યથાર્થ છે. માતાપિતાનું જીવન કુમારપાળભાઈનું ઘણું ઘડતર થયું છે. માતાપિતાનું જીવન જ માત્ર નહિ પરંતુ તેમના મૃત્યુ પ્રસંગે પણ કુમારપાળભાઈને ઘણું જીવનપાથેય આપ્યું છે. માતાપિતા અંગે વાત કરતાં તેઓ કહે છે કે મારા જીવનનો વિચાર કરું તો એમ લાગે છે કે પિતા કરતાં બા પાસેથી વધુ શીખવાનું મળ્યું છે.
-
=
-
લેખક તરીકેની સફળતામાં પિતાનું, તો પોતાના વ્યક્તિત્વ-વિકાસમાં માતુશ્રી જયાબહેનનું પ્રદાન વધારે છે. એક આદર્શ ભારતીય નારી અને આદર્શ માતા તરીકે પોતાના એકમાત્ર સંતાનના જીવનઘડતરમાં આગવો રસ લેતાં શ્રી જયાબહેન કુમારપાળને બાળપણમાં જ ગાંધીગીતોનાં હાલરડાં સંભળાવતાં રહેલાં, અને શૌર્ય તથા હિંમતની પ્રે૨ક કથાઓ કહેતાં. ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, અમૃતલાલ શેઠ જેવા ત્યાગ અને શોર્યની કથાઓ આપનાર આ જવાંમર્દોની જન્મભૂમિ કે કર્મભૂમિ – રાણપુર – સૌરાષ્ટ્ર એ જ શ્રી કુમારપાળની પણ માતૃભૂમિ. આમ માતા અને પિતાના તેમજ માતૃભૂમિના શૌર્ય, ત્યાગના સંસ્કાર ગળથૂથીમાં જ પ્રાપ્ત કરી લેનાર શ્રી કુમારપાળે જીવનના પ્રારંભે જ, અગિયારની વયે તો ‘ઝગમગ’ નામના બાલસાપ્તાહિકમાં, દેશ માટે બલિદાન આપનારા ક્રાંતિવીરની કાલ્પનિક કથાઓ આપવાની શરૂઆત કરીને પોતાની લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી દીધી.
કુમારપાળભાઈને બાલ્યવયથી માતાનો આ સદ્ગુણ વૈભવ વારસામાં મળ્યો – માતાનું ભાવસભર આતિથ્ય, વ્યવહારકુશળતા, ગરીબો ત૨ફ ભારે હમદર્દી, સહનશીલતા, વાત્સલ્ય દ્વારા સહુનાં હૃદય જીતી લેવાની શક્તિ, ગમે તેટલા કાર્યબોજનો કદી કંટાળો નહિ, વિકટ સંજોગોમાં ય અડગ હિંમત – ભાંગી ન પડવું – એ રીતે જીવનની વિષમતાઓને શાંતિથી
308
જીવનની ઈંટ અને ઇમારતના સર્જક