________________
અને
E :
Fire
અબુદ્ધતા
સપુરુષ
ગજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન એ નૂતન ગુજરાતનું લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાતીર્થ છે. તાજેતરના દિવસોમાં તેની મુલાકાત લેવાનો અવસર તમને મળ્યો હોય તો તેમાં દાખલ થઈને તેના પહેલા માળ પર જવા માટે તેની સીડી ચઢીને જમણી બાજુએ આવેલ તેના વહીવટીકક્ષ તરફ વળતાં તમને આશ્ચર્ય કદાચ એ વાતનું થશે કે તમારા આગમનને વધાવવા કેટલાક પટાવાળાઓ તથા અન્ય કર્મચારીઓ અને અનેક વિદ્યાર્થી ભાઈબહેનો તમને સલામ કે વંદન કરીને તમારું સ્વાગત કેમ કરી રહ્યા છે. તેનું રહસ્ય સમજવા માટે તમે પાછળ વળીને જોશો, તો ફક્ત વિદ્યાર્થીઓનું એક નાનકડું ટોળું જ દેખાશે, પરંતુ વાસ્તવમાં હકીકત એ છે કે તેમની વચ્ચે અનુસ્નાતક વિદ્યાર્થીઓ પૈકીના એક જ હોય તેવા દેખાતા એક હસમુખા સજ્જન હાથમાં થોડાંક પુસ્તકો લઈને તમારી પાછળ-પાછળ જ આવી રહ્યા છે. ચહેરે. મહોરે અને વેશ પરિધાનમાં એ અન્ય વિદ્યાર્થીઓથી જુદા પડતા નથી, એટલે તમારી મૂંઝવણ તો યથાવત જ રહે છે. પણ એ સજ્જન ભાષા-સાહિત્યભવનના નવનિયુક્ત અધ્યક્ષ તથા ગુજરાતી વિભાગના વડા પ્રાધ્યાપક અને ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને ગુજરાતનાં વર્તમાનપત્રોની વિવિધ સ્તંભો(columns)ના લોકપ્રિય પત્રકાર ડૉ. કુમારપાળ દેસાઈ છે અને પેલી સલામો અને વંદનાઓ તમને નહિ – એમને થઈ રહી હતી!
કંચનભાઈ ચં. પરીખ
463