________________
કુમારપાળ દેસાઈ, તેમનાં ખમીર અને
ખમીરવંતી દેશદાઝથી રંગાયેલા, આઝાદી ચળવળના સાક્ષી અને સહભાગી કુટુંબની સાથે મારો પરિચય ઘણાં લાંબા વર્ષોનો છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે તેમની સાથે એક જ સોસાયટીમાં રહીએ છીએ.
આકાશ
તેમની બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનાં વિરાટ કદમોને નજીકથી જોવાનો લ્હાવો મળ્યો તે પણ એક કુદરતી સંકેત જ. બગીચાના કોક અણજાણ ખૂણે જન્મેલા ગુલાબને પોતાની હાજરીની નોબત
જેવી સિદ્ધિ, ઘરતી પરનો સ્નેહ વગાડવી પડતી નથી. એનું કામ તો પવન જ કરી
આપે છે. સારાં કામના કરનારને બોલવું પડતું નથી, એનું કામ જ બોલે છે અને આ રીતે કુમારપાળનું કામ જ એના નામની આહલેક પોકારે છે.
અનિલ ગાંધી
તેમના પરિચયના ત્રણ તબક્કા જણાવતાં મને વધુ આનંદ આવશે. પ્રથમ તબક્કો ૧૯૭૫ સુધીનો, બીજો તબક્કો ૧૯૯૦ સુધીનો, ત્રીજો તબક્કો ૨૦૦૪ સુધીનો. આ દરમ્યાન તેમની ઇમારતનું સર્જન જૈનદર્શનની પરિભાષામાં કહું તો શિલાસ્થાપનથી આકાશને આંબતી ઇમારતનાં ચણતર ઊંચાં ને ઊંચાં થતાં ગયાં અને અમારા સહુનો તેઓને સ્વજનરૂપે પામવાનો આનંદ પણ વધતો રહ્યો.
પ્રથમનો તબક્કો કુમારભાઈના શિક્ષણનો અને તે સમયે હું પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. બંને વચ્ચે માત્ર ચાર વર્ષનો ગાળો એટલે અભ્યાસ અંગેનો પરિચય રહેતો, પણ વધુ પરિચય
378