________________
લખે છે, ઉન્નતિકર વિચારોવાળું લખે છે. એમની નવલિકાઓ, લેખો-નિબંધો એ સઘળું એ દિશામાં ગતિ કરતું જણાય. આબાલ-વૃદ્ધ સૌને તેથી કુમારપાળ ગમે. અમે પાઠ્યપુસ્તકમંડળની મિટિંગોમાં કૃતિ-પસંદગીની લમણાઝીક કરતા હોઈએ, પ્રેરક લખાણોની શોધાશોધ ચાલતી હોય ત્યારે વળી વળીને અમારે કુમારપાળની કોઈક કૃતિ તરફ વળવું પડે. પછી એ પટૌડીના નવાબ વિશે લખાણ હોય કે લાલબહાદુર શાસ્ત્રી વિશે. એમાં સુધારાવધારા કરવા જરૂરી જણાય તો કુમારપાળ આનાકાની વિના એ કરી આપે. કુમારપાળના કૉળેલા આવા “મનુષ્યત્વ'માંથી જ એ કટારો વિકસતી – વિલસતી રહી છે.
પણ અધ્યાપક હોવાને નાતે આ સિવાયનું વિવેચન, સંશોધન, ચરિત્ર, પત્રકારત્વ, પ્રૌઢ અને બાળસાહિત્ય, સંપાદન વગેરે પણ તેમની પાસેથી મળ્યાં છે. અંગ્રેજી, હિન્દીમાં પણ કેટલાંક પુસ્તકો મળે. આવાં સાહિત્યિક લખાણોમાં પણ તેમની સૂઝ-શક્તિ પ્રકટ થાય, ભોળાભાઈ જેવા આમુખ પણ લખી આપે, ઇનામો–પારિતોષિકોનો તો ઢગલો થાય. પત્રકારત્વમાં પણ તેમનું પ્રદાન એવું જ ધ્યાનપાત્ર. અહીં પણ એમના પુસ્તકને ઇનામ ન મળે એવું બને કે ? કુમારપાળ જેને સ્પર્શે તેની સાથે એકરૂપ થઈ જાય છે. એટલે જ પ્રેરક સાહિત્ય સિવાયના સાહિત્યમાં પણ, સંશોધનાદિમાં પણ તેઓનું પ્રદાન યાદ કરવું પડે છે. એમની નિસબત એ રીતે “વસ્તુ' સાથે સાચી હોય છે, પાકી હોય છે.
મારો દીકરો ક્રિકેટનો શોખીન છે. ક્રિકેટની સીઝન ચાલતી હોય ત્યારે એ ટી.વી. કે રેડિયો પાસે તો બેસે જ પણ કુમારપાળની ક્રિકેટ વિશે કૉલમ અચૂક વાંચે. તેની જેમ ઘણા વાચકો કુમારપાળનાં અભિપ્રાયો અને મંતવ્યોને ક્રિકેટક્ષેત્ર બાબાવાક્યપ્રમાણમ્ સમજી ચાલે. એ કટાર મેં પણ ઘણી વાર વાંચી છે. કુમારપાળના ઘરે એ અંગેની વ્યવસ્થિત લાઇબ્રેરી પણ જોઈ છે. કશું પણ ક્રિકેટ વિશે જૂનું અને છેલ્લામાં છેલ્લું – કુમારપાળ પાસેથી મળે. સાહિત્યના એક બીજા અંતિમની આ પ્રવૃત્તિ છે, પણ કુમારપાળ એમાંય એક્કો...... કુમારપાળ આવા વિરોધોને સંયોજીને બેઠા છે. સઘળે ! કદાચ એને વૈવિધ્ય પણ કહી શકાય.
છેલ્લા બે દાયકામાં કુમારપાળ ઘર, વર્ગ ને વિશ્વ વચ્ચે વહેંચાઈ જતા જણાય છે. ૧૯૮૪થી ૨૦૦૨ સુધીમાં તેમણે વિશ્વના અનેક દેશોમાં પરિભ્રમણ કર્યું છે. એમનો પ્રમુખ ઉદ્દે શ જૈન ધર્મની, જૈન તત્ત્વજ્ઞાનની સમજ પ્રસારવાનો છે. મૂળે તેમની પ્રકૃતિ જ સમુદાર, મંગલમય, આભિજાત્યપૂર્ણ, જૈન તત્ત્વદર્શનને અનુકૂળ પડે તેવી. પરિણામે વિશ્વમાં જ્યાં જ્યાં જૈન ત્યાં ત્યાં કુમારપાળ ! – એવી સ્થિતિનું નિર્માણ થયું. જૈન ધર્મની સાથે શંકરાચાર્યને પણ જોડે, ભારતીય તત્ત્વદર્શન પણ સાંકળે. પરિણામે ધર્મવિચારક તરીકે ધાર્મિકોમાં તેમણે પોતાનું આગવું વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. ત્યાં તેમણે અ-હિન્દુઓને, અ-જૈનોને, વિદેશીઓને જૈન ધર્મનો મહિમા સમજાવ્યો, એ નિમિત્તે માનવધર્મ-પ્રસારણનું કાર્ય પણ કર્યું. ગુજરાતના કુમારપાળ એ રીતે વિશ્વના અનેક દેશોના અજાણતાં જ સંસ્કારદૂત બન્યા છે. ત્યાં પણ માન-અકરામ,
85
પ્રવીણ દરજી